સલાયામાં સ્વયંભૂ પાળેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર હવન તેમજ મહાપ્રસાદ યોજાયો

  • February 27, 2025 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જીલ્લા કલેક્ટરના હસ્તે યજ્ઞમાં બીડુ હોમાયું


સલાયામાં તળાવની પાળ પાસે આવેલ સ્વયંભૂ પાળેશ્વર મહાદેવના મંદિરે સલાયા લોહાણા મહાજન અને જલારામ સેવા સમિતિ તેમજ સમસ્ત હિન્દુ સમાજના સાથ સહકારથી લઘુરુદ્રયજ્ઞ તેમજ સમસ્ત હિન્દુ સમાજનું ફરાળી સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર આર.એમ.તન્નાના હસ્તે યજ્ઞમાં બીડુ હોમાયું હતું. તેમજ કલેક્ટર આર.એમ. તન્ના દ્વારા મહાદેવની પૂજા અર્ચના તેમજ મંદિરના શિખરે ધ્વજરોહણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આયોજકો દ્વારા જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાનું મહાદેવની પ્રસદીરૂપ ઉપરણું ઓઢાડી સન્માન કર્યું હતું.


આ સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આમંત્રિત મહેમાનો તથા આગેવાનોએ મહાપ્રસાદ તેમજ દર્શન પૂજનનો લાભ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવા સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલ, ઉપપ્રમુખ અરવિંદભાઈ ભાયાણી, સેક્રેટરી વૃજલાલ બથિયા તેમજ જલારામ સેવા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application