જામનગરના વ્હોરાના હજીરા પાસે ગેરકાયદેસર ઉંચા સ્પીડબ્રેકર જે.એમ.સી. દ્વારા બનાવવામાં આવેલ છે. જે નિયમ વિરૂધ્ધ છે અને અકસ્માત સર્જે તેમ છે. કેટલાક લોકોએ પોતાની શેરીના નાકે એક ફુટ પહોળા અનેક ઉંચા સ્પીડ બ્રેકર બનાવેલ છે તે દુર કરવા વિનંતી છે. નટુભાઈ ત્રિવેદીના જણાવ્યા મુજબ જામનગર ટ્રાફિક પોલીસમાં ૩૫ વર્ષ માનદ સેવા આપી છે કે.જી. થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અને પબ્લીકમાં જાહેરમાં ટ્રાફિકના નિયમોની સમજુતી આપી છે. અને અકસ્માતો ઘટાડયા નથી, નહીવત બનાવેલ છે.
પત્રમાં જણાવ્યા મુજબ રાજય સરકારે ૧૯૮૧-૮૨ માં સ્પીડ બ્રેકર અંગેના નિયમો બનાવેલ છે જેમાં જે.એમ.સી.ની ફાઈલમાં સંબંધિત અધિકારીની રૂબરૂમાં વાંચેલ છે અને તે સમયે તેનો સંપુર્ણ અમલ થતો હતો. જીલ્લા ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્ય તરીકે સરકારમાંથી અમારી નિમણુંક ૧૯૯૮ અને ૨૦૦૨ માં કરેલ હતી અનેક મુદા રજુ કરી જે તે સમયના કલેકટર/કમિશ્નરએ અમલ કરાવેલ છે.
પત્રમાં જણાવે છે કે આથી આપને વિનંતી છે કે તાત્કાલીક તા.૧૫,૦૭.૨૪ સુધીમાં જામનગર શહેરમાના તમામ ગેરકાયદેસર રચાયેલ "સ્પીડ બ્રેકર" નિયમાનુસાર બનાવી તેની યાદી અમને મોકલી આપશો અન્યથા "જિલ્લા કાનુની સેવા મંડળ" માં અમારે ન છુટકે ન્યાય મેળવવા જવાની ફરજ પડશે તેની ગંભીરતાથી નોંધ લેવા વિનંતી છે.રોડ સેફટી પેટ્રોલ યુનીટ, જામનગર ના ભૂતપૂર્વ કમાન્ડર નટુભાઈ ત્રિવેદી દ્વારા જામનગરના કમિશ્નરને પત્ર પાઠવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆચારસંહિતાના ભંગ બદલ વધુમાં વધુ કેટલી સજા મળે છે? જાણો નિયમો
November 20, 2024 10:49 AMયુપી પેટાચૂંટણી: મતદાન શરૂ થતાં જ હંગામો, મીરાપુરથી કુંડારકી સુધી મતદાન અટકાવવાના આક્ષેપ
November 20, 2024 10:45 AMજામનગરમાં ગળાફાંસો ખાઇ વૃઘ્ધાએ જીવતર ટુકાવ્યું
November 20, 2024 10:38 AMજાણવા જેવું: ચૂંટણી વખતે જપ્ત કરાયેલા કરોડો રૂપિયા ક્યાં જાય છે?
November 20, 2024 10:38 AMટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને થતી સમસ્યાઓ નિવારવા કેબીનેટ મંત્રીને રજૂઆત
November 20, 2024 10:36 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech