જામનગરમાં એડવોકેટના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી

  • November 07, 2024 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોના-ચાંદીના ઘરેણા અને રોકડ સહિત ચાર લાખનો મુદામાલ કબ્જે : તસ્કર બેલડીની ધરપકડ


જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા એક એડવોકેટના બંધ મકાનને દિવાળીના તહેવારોમાં તસ્કરે નિશાન બનાવ્યું હતું, અને રોકડ રકમ તેમજ દાગીના સહિતની માલમતા ચોરી ગયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમને મહત્વની સફળતા સાંપડી છે, અને જામનગરની તસ્કર બેલડીને ઝડપી લઇ ચાર લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.


જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા એડવોકેટ કેતનભાઇ પ્રવિણભાઇ જોશીના રહેણાંક મકાનમાં તાજેતરમાં દિવાળીના તહેવારો દરમિયાન ચોરી થઈ હતી. જેઓ પોતાના ભાઈને ઘેર મીઠાપુર ગયા હતા, ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી લીધું હતું, અને રોકડ તથા દાગીના વગેરેની ચોરી કરી ગયા હતા.


જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા એસપી અને ડીવાયએસપીની સુચનાથી એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆઇ મોરી, પીએસઆઇ પટેલ અને સ્ટાફ દ્વારા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા દરમ્યાન એલસીબીના દિલીપભાઇ, હિતેન્દ્રસિંહ, કાસમભાઇ પેટ્રોલીંમા હતા ત્યારે બાતમી મળી હતી કે. પંચવટી વિસ્તારમાં થયેલી ચોરીમાં સંડોવાયેલ આરોપી દિગ્જા ફાટક પુલ નીચે આંટા ફેરા કરે છે.


પૂલ નીચેથી બે તસ્કરો દિનેશ ગંભીરભાઈ પરમાર, તેમજ સુનિલ ઉર્ફે ખાનભાઈ રાજુભાઈ પરમાર રહે. બંને સાત રસ્તા સંતોષી માતાના મંદિર નજીકની અટકાયત કરી હતી, અને તેઓ પાસેથી રૂપિયા દસ હજારની રોકડ રકમ, તેમજ અલગ અલગ કંપનીની ઘડિયાળ, તેમજ રૂપિયા 3,35,750ની કિંમતના સોનાના દાગીના તેમજ રૂપિયા ચોપન હજાર ની કિંમતના ચાંદીના દાગીના, એક કોસ, ડીસમીસ, પકડ   સહિત કુલ 4.08.950નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application