હોળી-ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને દ્વારકા પગપાળા જતા કૃષ્ણભકતો

  • March 18, 2024 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા. ર૩/ર૪ દરમ્યાન હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. છેલ્લા અઠવાડીયાથી કૃષ્ણભક્તો પગપાળા કરીને દ્વારકા જઇ રહ્યા છે, રાજકોટથી દ્વારકા સુધી અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું લોકોને દવા મળી રહે તે માટેની વ્યવસ્થા પણ છે, ઉપરાંત કેમ્પમાં સવાર, બપોર, સાંજ જમવાનું, લીંબુ પાણી, આઇસ્ક્રીમ, શરબત તથા અન્ય વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. જય દ્વારકાધીશના નાદ સાથે નાના બાળકોથી મોટેરા સુધીના કૃષ્ણભક્તો કાળીયાઠાકોરને શીશ નમાવવા જઇ રહ્યા છે, હોળી-ધૂળેટીના દિવસે લગભગ ત્રણેક લાખ લોકો ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application