ખંભાળિયા તાલુકા પ્રા. શિક્ષણાધિકારીનો સન્માન કાર્યક્રમ

  • April 08, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત કલ્યાણપુર તાલુકાના નવનિયુકત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દેવશીભાઈ કરમુરનો વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, તાલુકા સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર, મહામંત્રી હિતેષભાઇ કરમુર, બી.આર.સી. પી.એસ. રાણા,જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ ચાવડા, કે.ની. રામજીભાઈ, રાજ્ય પ્રતિનિધિ જગદીશભાઈ છુછર, ઈલાબેન વાઢેર, દર્શનાબેન ત્રિવેદી, મુકેશભાઈ જોષી, દેવશીભાઇ કારેથા,તાલુકા શાળા આચાર્યો, સીઆરસી, શિક્ષકો ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દેવશીભાઈ કરમુરનું મોમેન્ટો, સાલ, ઉપરણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું .


દેવશીભાઈ વર્ષ -2007 થી શિક્ષક, આચાર્ય, સીઆરસી, પે સેન્ટર આચાર્ય, એચટાટ આચાર્ય, બીટ કે.ની., ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિગેરે જેવી ફરજો બજાવીને હાલ કલ્યાણપુરના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે પ્રગતિનું વધુ એક સોપાન સર કર્યું છે. જે બાબતે ખંભાળિયા તાલુકાના સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌ શિક્ષકો તથા ખંભાળિયા તાલુકા ઘટક પ્રાથમિક શિક્ષક સંઘ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભીખુભાઈ પિંડારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application