તાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા

  • April 26, 2025 11:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથના તાલાલા ગીર મેંગો માર્કેટમાં આખરે કેસર કેરીની હરાજીનો શુભારંભ થઈ ગયો છે, જેનાથી કેરીના રસિયાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને પ્રથમ દિવસે અંદાજે 10થી 12 હજાર કેરીના બોક્સની આવક નોંધાઈ છે.


આજે થયેલી હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ 400 રૂપિયાથી લઈને 1 હજાર 200 રૂપિયા સુધી બોલાયો હતો. આ ભાવ કેરીની ગુણવત્તા અને માંગ પર આધારિત રહ્યો હતો. તાલાલા ગીરની કેસર કેરી પોતાની મીઠાશ અને સુગંધ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જેના કારણે દેશભરના વેપારીઓ અને કેરીના શોખીનો આ માર્કેટની આતુરતાથી રાહ જોતા હોય છે.


હવામાનની અનુકૂળતાને કારણે આ વર્ષે કેસર કેરીની સારી આવક થવાની આશા સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં કેરીની આવક વધવાની સંભાવના છે, અને સાથે જ ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. તાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજી શરૂ થતાં સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળવાની આશા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News