જામનગર જિલ્લાના ખીજડિયા રાવાણી સ્થિત રાજલ સ્ટડ ફાર્મ ની કાઠિયાવાડી વછેરી એ 14મો જસરા શોમાં પ્રથમ સ્થાન હાંસલ કરી ગૌરવ વધાર્યું 

  • March 01, 2025 10:55 AM 

રાજલ સ્ટડ ફાર્મ ની માલિક ભવનાબેન કારિયા એક જુસ્સાદાર અશ્વપ્રેમી, સ્ટડ ફાર્મ માલિક અને ભારતીય મૂળના અશ્વોની સંરક્ષણકર્તા છે. તેમની સંભાળ હેઠળ 11 અશ્વો છે, અને તેઓ અશ્વપ્રેમી સમાજમાં ચાલતી કેટલીક ક્રૂર પરંપરાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.


આજે પણ ઘણા સ્થળોએ સ્પાઇક્ડ બિટ્સ, અતિશય મારપીટ અને અશ્વોને પૂરતો આરામ ન આપવાની રુઢિચુસ્ત માન્યતાઓ પ્રચલિત છે, જેના વિરોધમાં ભવનાબેન સતત પ્રયત્નશીલ છે.


આ ઉપરાંત, તેઓ ભારતની શ્રેષ્ઠ અને પ્રાચીન જાતિ કાઠિયાવાડી અશ્વની ખોવાતી ઓળખને પુનઃસ્થાપિત કરવા માટે કાર્યરત છે. જ્યાં મરવાડી અશ્વે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે, ત્યાં કાઠિયાવાડી અશ્વ હજુ પણ ઉદાસીનતાનો શિકાર છે.

​​​​​​​


ઇતિહાસે દર્શાવ્યું છે કે મહારાણા પ્રતાપનો પ્રખ્યાત અશ્વ ચેતક કદાચ કાઠિયાવાડી જાતિનો હતો, છતાં આજે ઘણા લોકો આ અદ્ભુત પ્રજાતિને ઓળખતા પણ નથી. ભવનાબેનના અવિરત પ્રયાસો દ્વારા, કાઠિયાવાડી અશ્વને વૈશ્વિક માન્યતા અપાવવાનો અને તેને અશ્વપ્રેમી વિશ્વમાં ફરીથી તેનું મહત્વ આપવાનો તેમનો સંકલ્પ છે.


ભવનાબેન કારિયાના આ દ્રઢ સંકલ્પ દ્વારા, સ્વદેશી અશ્વોને યોગ્ય સ્થાન મળે, અશ્વોની કલ્યાણની સંસ્કૃતિ વિકસે અને ભારતીય અશ્વપ્રેમી વારસો વૈશ્વિક સ્તરે પુનર્જીવિત થાય – તેવા ભવિષ્યની રચના થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application