ભાટીયાના પત્રકારના જામનગર સ્થિત નિવાસસ્થાને પ.પૂ. કાલિન્દ્રીવહુજીની પધરામણી

  • March 26, 2025 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટી સંખ્યામાં બારાડીનાં વૈષ્ણવોએ લીધો લાભ: પૂ. જે.જે. શ્રી તથા વૈષ્ણવ આગેવાનોએ કર્યું હતું દિપ પ્રાગટય


ભાટીયાના યુવા રઘુવંશી આગેવાન અને પત્રકાર નિલેશભાઇ કાનાણીના જામનગર સ્થિત ઘરે દ્વારકાના પ.પૂ. ગો.108 શ્રી કાલિન્દ્રીવહુજી, શ્રી નટવરગોપાલજી મહારાજ (દ્વારકા-બરડીયા, વેરાવળ, પોરબંદર, વડનગર, સિહોર, કંપાલા) વાળા પધારી ચરણ સ્પર્શ કરી આશીર્વાદ અને વચનામૃતનો લાભ આપ્યો હતો.


આ પ્રસંગનુ દિપ પ્રાગટય પૂ.જે.જે.શ્રી તથા જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઇ પાબારી, હાલાર પંથકના વૈષ્ણવ અગ્રણી ભરતભાઇ મોદી, બારાડી વિસ્તારના યુવા વૈષ્ણવ રઘુવંશી આગેવાન નિલેશભાઇ કાનાણી, જામનગર વિરદાદા જસરાજ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઇ કાનાબાર, ભાટીયા વેપારી એસો.ના પ્રમુખ રમેશભાઇ દાવડા, વૈષ્ણવ અગ્રણીઓ, મીલનભાઇ મોદી, નટુભાઇ પોપટ, નરસીભાઇ સામાણી, જયસુખભાઇ સોનેચા, સુભાષભાઇ દતાણી, ભરતભાઇ સોની, નિલેશભાઇ દતાણી, મનીષભાઇ રોહેરા, નલીનભાઇ દાવડા સહિતના લોકો જોડાયા હતા.


પૂ.જે.જે. શ્રી નું સન્માન કરી વજુભાઇ પાબારી, ભરતભાઇ મોદી, નિલેશ કાનાણી પરિવારે આશીર્વાદ લીધા હતા. પૂ. જે.જે.શ્રીની આરતીમાં વિશેષ સંખ્યામાં વૈષ્ણવ મહિલાઓ જોડાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application