કાલાવડ તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તે માટે વિરોધ પ્રદર્શન

  • September 07, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મામલતદારને આવેદન આપવામાં આવ્યું



કાલાવડ તાલુકા, શહેર કોંગ્રેસ મારફતે પ્રદેશ કોંગ્રેસ પક્ષ પ્રમુખ માન. શકિતસિંહ ગોહિલ સાહેબને સુચનાનુસાર તાજેતરમાં જામનગર જિલ્લામાં અતિભારે વરસાદ પડતા અતિવૃષ્ટિ થતા ખેડુતોનાએ વાવેતર કરેલ કપાસ, મગફળી, સોયાબિન, તુવેર, ડુંગળી, તલ, મગ વિગેરે પાકનો સોથ વળી ગયેલ છે નષ્ટ પામેલ છે ખેતી જમીનનું ધોવાણ થયેલ છે પશુધનનું મરણ થતા ખેડુતો, માલધારીઓને ભારે નુકશાન થયેલ છે જેનો સર્વે કરી તાત્કાલીક ખેડુતો, પશુપાલકોને વળતર ચુકવવા, મામલતદારશ્રી કાલાવડને લેખીત આવેદન પત્ર આપવામાં આવેલ.


ઉપરાંત કાલાવડ શહેર ખાતે વોર્ડ નં. ૫ માં કાલાવડ નદી પરનો બેઠો પુલ જે પંજેતન નગર, સિલ્વર પાર્ક, કલ્યાણેશ્વર પરા, અમીરપીર પાર્ક, અમીરપીર કોલોની વિગેરે સોસાયટીના રહીશોનો એક માત્ર રસ્તાવાળો પુલ છેલ્લા ચાર વર્ષથી તુટી ગયેલ છે માટી નાખીને કામ ચલાવ લોલી પોપ આપી ચલાવવામાં આવે જે પુલ ફરીને ચાલુ વરસાદે ધોવાણ થઈ તુટી ગયેલ છે પુલ પરથી પસાર થવા માનવ જાનહાની થવા સંભવ છે જે બાબતે પણ નગર પાલીકા, વહીવટદાર મામલતદારને તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે.


આવેદન પત્ર આપવા બહોળી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના વહીવટ આગેવાનો પૂર્વ કેબીનેટ મંત્રી ડો.દિનેશ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહા મંત્રી જશવંતસિંહ ભટ્ટી, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ- મનોજભાઈ કથીરીયા, જિલ્લા પૂર્વ પ્રમુખ - જે. ટી. પટેલ જિલ્લા પંચાયત જામનગર વિરોધ પક્ષ નેતા જે. પી. મારવીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયા, કાલાવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ વસોયા, કાલાવડ શહેર કોંગ્રેસ પ્રમુખ મેહુલ સોજીત્રા, તાલુકા પંચાયત સભ્ય દેવદાનભાઈ જારીયા, પ્રવિણભાઈ ગઢીયા, હનિફભાઈ ઘાડા, સાજીદભાઈ બ્લોચ બન્ને એડવોકેટ એન્ડ નોટરી, મહિલા પાંખના રમાબેન બેનાબેન મીવર તેમજ કોંગ્રેસ પાર્ટીના હોદેદારો, સભ્યો, કાર્યકર્તાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application