જોડીયા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા આશા બહેનોની કામગીરી માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતા અને બાળ આરોગ્યલક્ષી કાર્યક્રમોની અસરકારક કામગીરી બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા અને જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો.નૂપૂર પ્રસાદના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં તાલુકા કક્ષાએ આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે વિવિધ પ્રકારની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે.
તદુપરાંત, સામુહિક આરોગ્ય કેન્દ્ર જોડીયા ખાતે લેબર રૂમ અને ડાયાલીસીસ વિભાગ કે જેમાં પ્રધાનમંત્રી નેશનલ ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત દર્દીઓનો ઉપચાર કરવામાં આવે છે. આ ડાયાલીસીસ વિભાગની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ દર્દીઓને મળતી વિવિધ સુવિધાઓ અંગે પ્રતિભાવ મેળવવામાં આવ્યા હતા. ઉક્ત બેઠકમાં ડી.પી.સી. યગ્નેશ ખારેચા, કૈલાશભાઈ વૈષ્ણવ, રિધ્ધિબા જાડેજા, ખુશ્બુબેન વસંત, તેમજ જોડીયા તાલુકાના તમામ આશા બહેનો ઉપસ્થિત રહયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMજામનગરઃ આ વર્ષે ખેલ મહાકુંભમાં ગત વર્ષ કરતા વધુ રજીસ્ટ્રેશન થયા
December 28, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech