જેતલસરના બાળકને મળ્યું નવું જીવન, સફળ સારવારથી દૂર થઈ ગઈ જન્મજાત ખામી

  • November 25, 2024 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જેતલસર ગામના જય રણમલભાઈ નામના બાળકને બાળપણથી જ વળી ગયેલા પગની બીમારીથી મુક્તિ મળી છે. આર.બી.એસ.કે. ટીમ દ્વારા જયની સમયસર તપાસ અને સારવારના પરિણામે તે હવે પોતાના પગ પર ઉભો થઈ શકે છે.


જયની તપાસ દરમિયાન ટીમને તેના પગમાં ‘ક્લબ ફુટ’ નામની બીમારી જોવા મળી હતી. તાત્કાલિક ધોરણે જયને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. આશરે એક વર્ષની સારવાર બાદ જય હવે સામાન્ય બાળકની જેમ રમી શકે છે.


આર.બી.સ.કે. ટીમના આ પ્રયાસને કારણે જયને નવું જીવન મળ્યું છે. જયના પરિવારે આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઘટનાએ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મહત્વતા પર પ્રકાશ પાડ્યો છે.


રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની નિયમિત તપાસ કરવામાં આવતી હોઈ છે. ત્યારે આર.બી.એસ.કે. ટીમ દ્વારા જેતપુર તાલુકાના જેતલસર ગામે બાળકોની તપાસ દરમ્યાન ‘ક્લબ ફુટ’ની બાળપણથી જ વળી ગયેલ પગની બીમારી જય રણમલભાઈ વરુમાં જોવા મળી હતી. 


ટીમ દ્વારા ગત. તા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બાળક જયનું ૪-ડી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આ બીમારી કન્ફર્મ થતા ટીમ દ્વારા જયના પરિવારજનોને આ અંગે જાણ કરી વિશેષ સારવાર, નિદાન અર્થે જૂનાગઢ સિવિલ ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. 


જયને તેમના પરિવારજનોએ ગત વર્ષ નવેમ્બરની ૨ જી તારીખે જૂનાગઢ સિવિલ ખાતે વિશેષ તપાસ કરાવી તેની સારવાર શરુ કરવામાં આવી હતી. અહીં બાળકના બંને પગમાં કુલ પાંચ તબક્કામાં પ્લાસ્ટર ફિટ કરવામાં આવ્યાં હતાં. આશરે એક વર્ષની સારવાર બાદ હાલ બાળક તેના પગ પર ઉભું રહી શકે છે. 


આર.બી.એસ.કે. દ્વારા જન્મજાત બાળકમાં રહેલી ખામીને શોધી તેને પગભર બનાવવા બદલ જયના પરિવારે આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application