શહેરમાંથી 46 ટપોરીઓને ઉપાડી લઈ એલસીબીની કચેરીએ એસ.પી. દ્વારા આગવી ઢબે પૂછપરછ કરાઇ : ખડકી દેવાયેલા ગેરકાયદે દબાણો પણ દૂર કરાશે : ઠેર ઠેર પોલીસ-પીજીવીસીએલ દ્વારા લાખોની વિજચોરી ઝડપી
રાજયના પોલીસવડા વિકાસ સહાયના આદેશ બાદ જામનગર સહિત રાજયભરમાં પોલીસ તંત્ર દ્વારા ઓપરેશન 100 કલાક યુઘ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યુ છે જે અનુસંધાને જામનગર પોલીસ દ્વારા કુલ 285 અસામાજીક તત્વોની યાદી તૈયાર કરીને ગઇકાલે એસપી દ્વારા 46 શખ્સોની આગવી ઢબે પુછપરછ કરી હતી અને ગેરકાયદે દબાણો દુર કરાશે તેમ એસપીએ જણાવ્યુ હતું, અલગ અલગ વિસ્તારોમાં દા અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, ઉપરાંત શહેર અને તાલુકા મથકોએ પોલીસ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખીને આરોપીઓના રહેણાંક મકાનોએ તપાસ કરીને ગેરકાયદે વિજજોડાણ પકડી પાડવામાં આવ્યા હતા અને લાખોના બીલ ફટકારવામાં આવ્યા છે, આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
ગુજરાત રાજ્યના પોલીસ મહા નિર્દેશકના આદેશ અનુસાર જામનગર શહેર- જિલ્લામાં વસવાટ કરતા અસામાજિક તત્વોને શોધી કાઢી તેઓ સામે કડક હાથે કામ લેવાનો આદેશ કરાયો છે, જેના ભાગપે છેલ્લા બે દિવસથી સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર ઊંધા માથે થયું છે. જિલ્લા પોલીસ વડા સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરી રહ્યા છે. એસ.પી. પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા તેમજ ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર. બી. દેવધાની રાહબરીમાં સમગ્ર કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
છેલ્લા બે દિવસ દરમિયાનમાં શહેર અને જિલ્લામાં વસવાટ કરતા કુલ 285 અસામાજિક તત્વોને આઈડેન્ટીફાઇ કરાયા છે. તેઓની આગળ પાછળની તમામ હિસ્ટ્રી એકત્ર કરી લેવામાં આવી છે, અને તેનું સંપૂર્ણ સર્વે કરી અને તમામ તત્વોની બાયોગ્રાફી તૈયાર કરી લેવામાં આવી છે. જેનો એસ.પી. પ્રેમસુખ ડેલુ અભ્યાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટપોરીગીરી કરતા તત્વોને પણ શોધી કાઢવા માટેની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને તેના માટે એલસીબીના પી.આઈ. વી.એમ.લગારીયા અને તેઓની સમગ્ર ટીમ તથા અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ ટુકડીને દોડતી કરાવાઈ હતી, જેના ભાગરૂપે માત્ર 24 કલાકમાં જ શહેરમાંથી કુલ 46 ટપોરીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા, અને તમામને એલસીબી ની કચેરી સમક્ષ હાજર કરાવાયા હતા.
જયાં ગઇકાલે બપોરે ખુદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા, અને તમામ ટપોરીઓની આગવી ઢબે પૂછપરછ કરી હતી. ઉપરાંત આકરા શબ્દોમાં કેટલીક જરૂરી સુચનાઓ પણ આપી દેવામાં આવી છે. શહેરમાં કોઈપણ ટપોરીગીરી કરતા જોવા મળશે, તો આવા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે, તેમ એસપીએ જણાવ્યું હતું.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદે રીતે સરકારી જમીનમાં દબાણ કર્યું હશે, અથવા તો અન્ય કોઈ વ્યક્તિની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરી લીધી હશે, આવા તમામ દબાણોને દૂર કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. તે માટેનો પણ ખાસ એક્શન પ્લાન ગઇકાલે એલસીબીની કચેરીમાં જ ઘડી કાઢવા આવ્યો હતો. જેની નજીકના ભવિષ્યમાં જ અમલવારી કરવામાં આવશે.
પંચકોશી એ પોસ્ટે દ્વારા સલીમ ઉર્ફે ડાડો કદરભાઈ લોબી રહે લાલવાડી આવાસ કોલોની ના ઘરે કોઈ હાજર મળી આવેલ ન હોય જેમના ઘરે જડતી તપાસ કરેલ તથા ગૈરકાયદેસર વીજ કનેકશન મળી આવતાના જૂનીયર એન્જિનિયર જે એ જાડેજા નગર સબ ડીવીજન નાઓએ વીજ કનેકશન કાપી નાખી ધોરણસર કાર્યવાહી કરી હતી.
પંચકોશી-બી પોલીસ સ્ટેશનના કોમ્બિંગ દરમ્યાન કર્મચારીઓને સાથે રાખી પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારના 8 અલગ અલગ અસામાજિક તત્વોના ઘરના ગેરકાયદેસર વીજ જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી તેમજ ગેરકાયદેસર વીજ કનેકશનના 8 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
સીટી સી ડીવી.પોલીસ સ્ટેશન કેયુર ઉર્ફે કયલો ગીરીશભાઇ ડોબરીયકા રહે.ગોકુલનગર રડાર રોડ શેરી નં-4/બી રડાર રોડ જામનગર ના ઘરે તથા ગુમાનસિંહ ઉર્ફે ઘનસ્યામસિંહ તખુભા જાડેજા રહે.ગોકુલનગર રડાર રોડ અયોધ્યાનગર શેરી નં-6 રામ જામનગર ના ઘરે જડતી તપાસ કરેતા ગૈરકાયદેસર વીજ કનેક્શન મળી આવતાના એન્જીનિયર નાઓનએ વીજ કનેકશન કાપી નાખી આશરે 2,00,000/- સુધીનો દંડ કરેલ તેમજ ધોરણસર કાર્યવાહી કરેલ તેમજ રજનીકાંત ઉર્ફે ભરત ચોટલી હર્ષદભાઇ ચૌહાણ રહે.ગોકુલનગર રામનગર-2 જામનગર ના ઘરે જડતી તપાસ કરેલ તથા વીજ ચેકિંગ કરેલ જેમા તથા ધર્મેદ્ર ઉર્ફે ધમો ભાંભેડો રશીકભાઇ ગોહીલ રહે.ઇન્દીરા રોડ રીધ્ધી સીધ્ધી હોટેલની પાછળ જામનગરના ઘરે જડતી તપાસ તથા વીજ ચેકિંગ કરવામા આવેલ હતા.
કાલાવડ ટાઉન પો.સ્ટેશન દ્વારા તા.19/03/25 દ્વારા તપાસ કરાવતા ગેરકાયદેસર વીજ કનેકશન મળી આવતા દ્વારા ગુનો દાખલ કરી વિશ્વરાજસિંહ કનકસિંહ ચૌહાણ વાળાના ઘરે 15,000 ગોપાલભાઈ રવજીભાઈ શીખા વાળાના ઘરે 20,000 ગફારભાઈ મુસાભાઈ સમા વાળાના ઘરેથી મીટર તથા સર્વિસ ઉતારેલ છે. ધર્મેન્દ્રસિંહ હાલુભા જાડેજા વાળાના ઘરેથી સર્વિસ ઉતારેલ છે. બે ઇસમને કુલ રૂપિયા 35,000/- નો દંડ કર્યો હતો.
શેઠવડાળા પોલીસ દ્વારા પણ પીજીવીસીએલને સાથે રાખીને અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ કરીને ગેરકાયદે જોડાણી બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી જયારે સિકકા પોલીસ દ્વારા પીજીવીસીએલના સંકલનમાં રહીને પ્રો.એ.એસ.પી. અક્ષેસ એન્જીનીયર, સ્ટાફ દ્વારા સિકકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા શરીર અને મિલકત સબંધી તેમજ ગેરકાયદે પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરુઘ્ધ ગુના દાખલ થયેલ હોય જે શખ્સોના રહેણાંક મકાને ગેરકાયદે વિજ કનેકશન મળી આવતા પાંચ વિરુઘ્ધ વિજ ચોરી અંગે 12.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં મુંગણી ગામના યુવરાજસિંહ કિરીટસિંહ દેદાને 1.50 લાખ દંડ, સિકકાના લક્ષમણ નારણ સિંધવને 1.75 લાખ, હિંમત ઉર્ફે મુન્નો કેશવ સિંધવને 30 હજાર, જગદીશ ઉર્ફે જગો વાલજી ચૌહાણને 4.50 લાખ, મુંગણી ગામના સુરેન્દ્રસિંહ ઉર્ફે ઇલુ ભીખુભા કંચવાને 4.15 લાખની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
મેઘપર પોસ્ટે દ્વારા પીજીવીસીએલ કર્મચારીઓને સાથે રાખી લિસ્ટેડ બુટલેગરના ઘરે ગેરકાયદેસર વિજજોડાણ અંગે કાર્યવાહી કરવામાં આવી. જેમાં વિજચોરીના ગુના રેકર્ડ પર લીધા છે, પડાણાના આશાબેન ચંડીદાન મા, જોગવડના માકરાજ નાથસુર સોમાત, ખીમરાજ નાથસુર સોમાત, ખીસરાજ નાથસુર સોમાત, ઉદરાજ નાથસુર સોમાત, રાજદાન નાથસુર સોમાત, કેશવદાન નાથસુર સોમાત, મેઘપરના ભગીરથસિંહ દેવુભા કેર, કાના છીકારીના નાગાજણ વજા સુમેત, રામજી વજા સુમેત, વાલીબેન પોલા ગુજરીયા અને રાજનબેન રામજી ગુજરીયાનો સમાવેશ થાય છે.
લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા અલગ અલગ ગુના કરેલ કુલ 21 ઇસમોને ત્યા ને સાથે રાખી વીજ ચેકીંગ કરતા કુલ - 09 ઇસમોને ત્યા 650000ની વીજ ચોરી નો દંડ કરવામા આવેલ તથા એક ઈસમ વિરુદ્ધ પાસા ની અને 2 ઇસમો વિરુદ્ધ તડીપાર ની દરખાસ્ત કરવામા આવેલ છે.
સહદેવ કમાભાઈ ગુજરીયા ઉ.વ.30 રહે.પીપળી ચારણનેશ તા.લાલાપુર જી.જામનગર 25000, હરદાન ઉર્ફે લાલો દેશળભાઈ ગુજરિયા જાતે - ચારણ ઉ.વ.- 31 રહે.પીપળી નેશ 45,000, જાડેજા નાગરાજસિંહ રણજીતસિંહ રહે. મેમાના ગામ દંડ - 80,000, હાલેપોત્રા હમીદા રાયાબભાઈ રહે.ટેભડા ગામ દંડ -1,00,000, રાઠોડ કિરણ રૂડાભાઈ રહે. ધરમ પુર ગામ દંડ -1,00,000, વસરા નારણ પુંજાભાઈ રહે. મુરિલા ગામ દંડ -30,000, શેઠા મામદભાઈ ઓસમાણ ભાઈ રહે.ખાટિયા ગામ દંડ -90,000, શેઠા રહીમભાઈ મામદભાઈરહે.ખાટિયા ગામ દંડ -1,20,000, શેઠા ઇસ્માઇલ ઓસમાણભાઈ રહે.ખાટિયા ગામ -60,000 નો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech