જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની પબ્લિક એન્ગેજમેન્ટ એક્ટિવિટીનુ માતૃશ્રી સજુબા કન્યા વિદ્યાલયમાં  આયોજન 

  • August 06, 2024 04:27 PM 

જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની પબ્લિક એન્ગેજમેન્ટ એક્ટિવિટીનુ માતૃશ્રી સજુબા કન્યા વિદ્યાલયમાં  આયોજન 

  જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની માહિતી અને તાલીમ આપતી પબ્લિક એંગેજમેન્ટ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય કમિશ્નરશ્રી ડી. એમ. મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ આ તાલીમમાં શહેરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ આ તાલીમ મેળવી રહ્યાં છે. 

 તારીખ ૦૨/૦૮/૨૦૨૪ અને ૦૩/૦૮/૨૦૨૪ ના રોજ શાળા ખાતે પબ્લિક ઇન્વેજમેન્ટ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની સમજ અને તાલીમ આપવામાં આવી હતી. કુદરતી અને માનવસર્જિત આફ્તો સમયે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, કેવી રીતે સ્વ બચાવ કરવો તેમજ પોતાના પરિવારજનો અને અન્ય લોકોને કેવી રીતે બચાવી શકાય તે અંગેની વિશદ માહિતી અને તાલીમ આપવામાં આવી હતી.

આ સાથે આગ લાગવાના કારણો અંગે વિસ્તૃત સમજ આપી હતી. આગ ન લાગે તે માટે શું કાળજી લેવી તેમજ આગ લાગે તો કેવી રીતે સ્વબચાવ કરવો, આ સાથે સામાન્ય જનતાએ કેવી રીતે ફાયર વિભાગને આગ- અકસ્માત સમયે મદદરૂપ બનવું સાહિત વિવિધ ફાયર એષ્ટિન્ગ્યુશર વિશે પણ ઊંડાણ પૂર્વકની સમજ અપાઈ હતી. 
વહીવટી તંત્ર સાથે સુમેળ સાધી જાનમાલને થતા નુકસાનને અટકાવવુ, કેવી રીતે બચાવ કામગીરીમાં સહયોગ કરવો, આ સાથે પુનર્વસન તેમજ અન્ય કામગીરી કેવી રીતે સુપેરે પાર પાડી શકાય તે અંગેની પણ વિષદ છણાવટ સાથે માહિતી આપવામાં આવી હતી. 
આ સાથે વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સારવાર અને નવજીવન બક્ષતિ સીપીઆરની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. 

શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિમા ઉત્સાહભેર ભાગ લીધો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application