જામનગર-મુંબઇ વચ્ચે દૈનિક આવાગમન કરતી ફલાઇટ ગુરૂવારે પુન: રાબેતા મુજબ શરૂ થતાં મુસાફરોએ હાશકારો અનુભવ્યો છે, એરપોર્ટ કાર્યરત થયું હતું, પરંતુ આ ફલાઇટ સતત બે દિવસ બંધ રહેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જો કે ફલાઇટ પુન: શરૂ થતાં મુસાફરોને રાહત થશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે શનિવારે યુઘ્ધવિરામ બાદ જામનગર સહિત બંધ કરાયેલા અમુક એરપોર્ટ સોમવારે પુન: શરૂ કરાયા હતાં. પરંતુ જામનગર-મુંબઇ વચ્ચેની એક માત્ર ઇન્ડીયન એરલાઇન્સની ફલાઇટ મંગળવાર અને બુધવાર સતત બે દિવસ બંધ રહી હતી, આથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જો કે ગુરૂવારથી જામનગર અને મુંબઇ વચ્ચે દૈનિક આવાગમન કરતી ફલાઇટ રાબેતા મુજબ શરૂ થઇ હતી અને જામનગરથી મુંબઇ અને મુંબઇથી જામનગરની ફલાઇટ નિયત સમય મુજબ આવી હોવાનું એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓએ જણાવ્યું હતું,
જામનગર અને મુંબઇ વચ્ચે આવાગમન કરતી આ એક માત્ર ફલાઇટ છે ત્યારે આ ફલાઇટ રદ થતાં મુસાફરો તથા વેપાર-ધંધા અર્થે મુંબઇ જતાં વેપારીઓ અને ઉદ્યોગકારો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ગુરૂવારથી આ ફલાઇટ પુન: શરૂ થતાં મુસાફરોએ હાશકારો અનુભવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application