71માં અખિલ ભારત સહકાર સપ્તાહ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે તા.14/11/2024ના રોજ જામનગર જીલ્લા સહકારી સંઘ દ્વારા સહકાર સપ્તાહ ઉદઘાટન તેમજ ધ્વજવંદન કાર્યક્રમની સાથે સહકાર મંત્રાલયની અનેકવિધ પહેલના માધ્યમ દ્વારા સહકારી ચળવળને સુદૃઢ બનાવવી વિષય ઉપર એક સેમિનાર જામનગર જીલ્લા સહકારી સંઘ, જામનગરની કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદના મંત્રી, રાજકોટ જીલ્લા સહકારી બેન્ક લી, રાજકોટ જીલ્લા સહકારી સંઘ, જામનગર જીલ્લા સહકરી સંઘના ડાયરેક્ટર અને ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જસદણના ચેરમેન અરવિંદભાઈ તાગડીયાના હસ્તે સહકારી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ગુજરાત રાજય સહકારી સંઘના મંત્રી અરવિંદભાઈ તાગડીયાએ જણાવેલ કે દર વર્ષે 14 થી 20 નવેમ્બર દરમ્યાન નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડીયા દ્વારા અખિલ ભારત સહકાર સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ સહકારી ચળવળની સિધ્ધિઓ અને સાફલ્ય ગાથા અંગે જનજાગૃતિ લાવવાનો અને સહકારી ચળવળને વધુ સુદ્દઢ કરવા માટે તેમજ વધુને વધુ લોકો સહકારી પ્રવૃતિથી અવગત થાય અને તેની સાથે જોડાઈને તેમનો સામાજીક અને આર્થિક વિકાસ થાય અને સહકારી પ્રવૃતિને વધુ મજબુત બનાવવાનો છે. સાથે સાથે સહકાર મંત્રાલય દ્વારા સહકારી ક્ષેત્રે સરકાર દ્વારા અનેક રાહતો અને પ્રોત્સાહનો આપવામાં આવેલ છે જેમાં સેવા સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઈઝ કરીને મલ્ટી પરપઝ બનાવવી,રાષ્ટ્રીય ડેટાબેઝ ઉભો કરવો, સહકારી યુનિવર્સીટીની સ્થાપના વિગેરેનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં જીલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતભાઈ સી.વિરાણીએ પ્રમુખસ્થાનેથી જણાવેલ કે ગુજરાતમાં 89000 જેટલી વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ તેના સભાસદોના આર્થિક અને સામાજીક વિકાસ માટે કાર્ય કરી રહી છે. જેમાં 10,000 જેટલી સેવા સહકારી મંડળીઓ અને 17000 જેટલી દુધ ઉત્પાદક સહકારી મંડળીઓએ હરીયાળી અને શ્વેત ક્રાંતિ લાવી છે. સહકાર મંત્રાલયની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી, સહકાર મંત્રાલયની સુચના મુજબ સહુએ અમલવારી કરીને સહકારી પ્રવૃતિને વધુમાં વધુ મજબુત બનાવવા અનુરોધ કરેલ.
આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ પૃથ્વીરાજ એ.ચૌહાણ, મંત્રી દેવકરણભાઈ ભાલોડીયા તેમજ વશરામભાઈ ચોવટીયા, સંઘની શિક્ષણ સમિતિના ચેરમેન છગનભાઈ એમ.પટેલ અને અન્ય ડાયરેકટર તથા અન્ય સહકારી સંસ્થાઓના પ્રમુખઓ, મંત્રીઓ, કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમનું સંચાલન સંઘના એક્ઝીક્યુટીવ ઓફીસર પ્રજ્ઞેશ પી.નાકરાણીએ કરેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોમનાથ મહાદેવના દર્શનાર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
November 21, 2024 01:56 PMએલાવ... એય.. વિશ્ર્વ શૌચાલય દિવસ ભલે ઉજવ્યો હવે મારું તો કંઇક કરો !
November 21, 2024 01:47 PMઅરબી સમુદ્રમાં લાઇન ફિશીંગ અને લાઇટ ફિશીંગને લીધે માછીમારી ઉદ્યોગનું નીકળી જશે નિકંદન
November 21, 2024 01:46 PMબધુ જ અસ્તાચળના આરે કે વિકાસનો સૂર્યોદય ?!
November 21, 2024 01:45 PMધુમ સ્પીડે આવતા બોલેરોના ચાલકે બેરણના દંપતીને કર્યુ ખંડિત
November 21, 2024 01:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech