અરબી સમુદ્રમાં લાઇન ફિશીંગ અને લાઇટ ફિશીંગને લીધે માછીમારી ઉદ્યોગનું નીકળી જશે નિકંદન

  • November 21, 2024 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અરબી સમુદ્રમાં લાઇન ફિશીંગ અને લાઇટ ફિશીંગને લીધે માછીમારી ઉદ્યોગનું   નિકંદન નીકળી જેશ તેમ જણાવીને સાગરપુત્રો દ્વારા વધુ એક વખત મુખ્યમંત્રીને આવેદન પાઠવી રજૂઆત થઇ છે.
ફિશીંગ બોટ ઓનર્સ એસો. દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને કરેલી રજૂઆતમાં જણાવાયુ છે કે કેટલાક દિવસોથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં કેટલાક માછીમારો તેમની માછીમારી બોટ સાથે ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત લાઇન ફિશીંગ તથા લાઇટ ફિશિંગ કરી રહ્યા છે.(ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ના પ્રકરણ-૨, કલમ-૬ હેઠળ અને હાલમાં કૃષિ ખેડૂત અને કલ્યાણ સહકાર વિભાગ, પર્સ સીન માછીમારી દ્વારા પ્રકાશિત તા. ૧૭ ઓકટોબરના ગેઝેટના ભાગ-૪-બીમાં ઉલ્લેખિત ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો-૨૦૨૪ મુજબ, ગુજરાત રાજ્યમાં લાઇટ ફિશીંગ, લાઇન ફિશિંગ અને ખેરા માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કેટલાક માછીમારો દ્વારા ગેરકાયદે આ માછીમારી ચાલુ રાખવાથી આપણા ગુજરાતના પરંપરાગત માછીમારોને ભારે આર્થિક નુકશાન થઇ રહ્યું છે. બેટ દ્વારકાના માછીમારો નેટફિશીંગનો ધંધો કરતા હોય તે જ જગ્યા પર લાઇન ફિશિંગ વારા લાઇન ફિશિંગ કરતા હોય તેના કારણે નાના નાના મચ્છીના બચ્ચા પણ મારી નાખતા હોય તો હાલ જાળની બોટ વારાને બોટ ચલાવવી મુશ્કેલ થઇ ગઇ હોય તો સરકાર દ્વારા કાયદાનો અમલ કરી તાત્કાલિક ધોરણે પગલા લઇને કાયદેસરની કાર્યવાહી કરી ને લાઇન ફિશીંગ તથા લાઇટ ફિશીંગને અટકાવવા આપને અમારી અપીલ છે. જો આ બંધ નહી થાય તો નેટ જાળની બોટવારાને ભૂખે મરવાનો વારો આવશે તથા બોટ બંધ કરવાનો વારો આવશે.
ગેરકાયદેસર રીતે ફિશીગ કરતા આવા ગુનેગારોને સામે પગલા લેવામાં નહીં આવે તો માછીમારો વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના ઉભી થાય છે. મહેરબાની કરીને આવી બોટો અને માછીમારો સામે વહેલી તકે કાર્યવાહી કરી અને તેઓની સામે સરકારના કાયદા મુજબ કડક સજા કરો અને વહેલી તકે આ કાયદાનો ઉપયોગ કરીને પગલા લેવા અમારી માંગણી છે તેમ દરિયાખેડૂતો ફિશીંગબોટ ઓનર્સ એસોસીએશન દ્વારા જણાવાયુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application