જામજોધપુર નગરપાલિકા વોર્ડ નં. ૭ મા કચરાના ગંજ: તંત્ર ચૂપ

  • October 22, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચરાના ઢગલાના વિડીયો વાયરલ છતા તંત્રનું પેટમાં પાણી હલતુ નથી


જામજોધપુર નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર સાતમાં વિકાસનગર અને ન્યુ જય ભીમ સોસાયટી પાસે સૂકો કચરો, ભીનો કચરો, અન્ય ગંદકીના ઢગલા થતા હોય,આ અંગે વોર્ડ -૭ ના રહીશ હીરાભાઈ કંટારીયા દ્વારા જામજોધપુર નગરપાલિકા ચીફ ઓફિસર અને જામજોધપુર નગરપાલિકાના વહીવટદાર હાલ જામજોધપુર મામલતદારને આ અંગે કચરાની ગંદકી અંગે લિખિત રજુઆત કરેલ છે આ કચરાના ઢગલાના અસહ્ય ત્રાસ આપતી ગંદકી દૂર કરવા કચરાના ગંજ થયેલા હોય તેને તાત્કાલિક અસરથી દૂર કરવા અને આ જગ્યાએ નગરપાલિકા એક્ટની જોગવાઈ મુજબ કચરો ન ફેકવા અને ગંદકી ન કરવા માટે પગલા લેવા જણાવેલ છે,જો નગરપાલિકા દ્વારા થતા આદેશ અને હુકમનું પાલન કરવામાં ના આવે તો જે તે કચરો નાખનાર નાગરિક વિરુદ્ધ કાર્યવાહી કરવા અથવા કાયદેસરની સજાપાત્ર ગુનો થશે તેવું સાઈનબોર્ડ કાયમી ધોરણે નાખવા અંગે રજૂઆતમાં જણાવેલ છે


આમ આ કચરાના ઢગલા અને ઢગલાથી થતી ગંદકી અને દુર્ગંધના ત્રાસથી આજુ બાજુના રહીશોને મુકત કરાવવા તેમજ ગંદકી ના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઈ રહી હોય તે અંગે પગલા લેવા અરજીમાં જણાવેલ છતા આ અંગે નગરપાલિકા તંત્ર સેનટરી ઈન્સપેકટર પોતાની ફરજ અંગે પુરુંતુ ધ્યાન દેતા નથી અને આ અંગે રજુઆત કરવા જતા સેનટરી ઇન્સપેકટર દ્વારા પુરતી રજુઆતો સાંભળવામાં આવતી નથી,આ ગંદકીના થર અંગેના વીડીયો પુરાવા સાથે તંત્ર રજુ કરવામાં આવેલ છતા નિર્ભર તંત્ર આ અંગે પગલા લેતુ ન હોઈ, આ વિસ્તારના રહીશો દ્વારા કલેકટરને રજુઆત કરેલ છે અને જરૂર પડયે કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે આમ શહેરમાં નગરપાલિકાનું સફાઈ તંત્ર નિષ્ફળ ગયુ હોઈ તેવુ લાગે છે ત્યારે આ ગંદકીથી રોગચાળો ફાટી નિકળે અને લોકોનું આરોગ્ય જોખમાય તે પહેલા તંત્ર પગલા લ્યે તેવી માંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application