૫૮ વીજ ચેકિંગ ટુકડી મારફતે ચેકીંગ દરમિયાન ૪૯.૨૫ લાખની વીજ ચોરી ઝડપાઈ
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સોમવારે જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તેમજ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ૫૮ જેટલી ચેકિંગ ટુકડી મારફતે ૧૧૮ વિજ જોડાણ માંથી ૪૯.૨૫ લાખની વીજ ચોરી પકડી પાડી છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ દ્રાઈવ દ્વારા આજે જામજોધપુર તાલુકાના મોટા કાલાવડ, મોરઝર, જોગરા, સાઈદેવળીયા, રબારીકા સહિતના ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત જામનગર તાલુકાના મોટી ખાવડી, બેડ, રાવલસર અને વસઈ ગામમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાલપુર તાલુકાના આરબલુસ, ઈશ્વરીયા મેઘનાગામ સહિતના વિસ્તારોમાં પણ ચેકિંગ કરાવવામાં આવ્યું હતું.
૫૨ જેટલી વીજ ચેકિંગ ટુકડી દ્વારા કુલ ૫૮૮ જેટલા વિજ જોડાણ ને ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી ૧૧૮ વિજ જોડાણમાં ગેરરીતિ માલુમ પડી હતી, અને તેઓને ૪૯.૨૫ લાખના વિજ ચોરી ના પુરવણી બિલો ફટકારવામાં આવ્યા છે. જામનગર શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વિજ ચોરી પકડાય છે, કેટલાક વિસ્તારોમાં સતત વિજ લોસ આવે છે, અવારનવાર ચેકીંગ કરવામાં આવ્યા છતાં પણ ડાયરેકટ વિજ જોડાણ, લંગરીયા, મીટરમાં ચેડા સહિતના કરતુતો કરીને વિજ ચોરી કરવામાં આવે છે, નવા અધિક્ષક આવ્યા બાદ તેઓએ વિજ ચોરી પકડી પાડવા માટે સતત અભિયાન હાથ ધર્યુ છે અને તેમાં તેને સફળતા પણ મળી છે, છેલ્લા ૧૫ દિવસમાં લાખો રુપિયાની વિજ ચોરી ઝડપાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech