સૌરાષ્ટ્રમાં શ્રીરામનો જયઘોષ: રામનવમી મહોત્સવની ભવ્ય ઉજવણી

  • April 17, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રામનવમીની ધામધૂમી ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરામ જય રામ જય જય રામની ધૂન સો રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વિશ્ર્વ હિંદુ પરિષદ અને બજરંગદળ પ્રેરીત શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રઘુપતિ રાઘવ રાજા રામના જયઘોષ સો રામલલ્લાના જન્મોત્સવને ભાવિકોએ હૈયાના હેત સો વધાવ્યો હતો. સાધુ સંતોના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ યો હતો. મંદિરોમાં રામલલ્લાના મનોરમ્ય સ્વ‚પના દર્શન યા હતાં. આજે અયોધ્યામાં ૫૦૦ વર્ષ પછી રામનવમી મહોત્સવને મનાવવાની ઉજવણીનો ઉત્સાહ છવાયો છે ત્યારે ભગવાન રામના જન્મોત્સવની ઉઝવણી માટે સૌરાષ્ટ્રવાસીઓમાં પણ ભારે ઉમંગ છવાયો હતો. રામ મંદિરોમાં મહોત્સવ, મહાપૂજા, મહાઆરતી, રામધૂન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી સો ભાવિકોને પંજરી પ્રસાદનું વિતરણ કરાયું હતું. રાજકોટમાં શોભાયાત્રા પૂર્વે ધર્મસભા યોજાઇ હતી. ભગવાન રામને ચાંદીના પારણામાં ઝુલાવ્યા હતાં. આજે ચૈત્રી નવરાત્રીની પણ પૂર્ણાહુતિ ઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application