કોર્પોરેશનની ૧૦૦ ટકા વ્યાજ માફીની યોજનાને પુરી થવાને માત્ર ૫ દિવસ બાકી

  • March 27, 2024 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રજાના દિવસે પણ ટેકસ સ્વીકારવામાં આવશે: તાકીદે મિલ્કત વેરો ભરી જવા અપીલ

જામનગર કોર્પોરેશન દ્વારા મિલ્કત અને વોટર ચાર્જ માટે અને વ્યવસાય વેરામાં તા.૩૧ માર્ચ સુધી ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના ચાલું હોય હવે આ યોજનાને પુરી થવાને માત્ર ૫ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે લોકોને આ યોજનાનો લાભ લેવા જણાવાયું છે.
જાણવા મળતી માહિતી મુજબ ૨૦૨૩-૨૪ના બીલો પણ બજાવવાની કામગીરી ચાલું છે, જે કોઇને બીલ ન મળ્યા હોય તેઓએ જામનગર મહાપાલિકાની વેબસાઇટ અથવા મિલ્કત શાખાના અધિકારીઓનો ‚બ‚ સંપર્ક કરવો, ઉપરાંત વેપારીઓને વ્યવસાય વેરો ભરવાનો હોય તો તે વેરો પણ ભરી દેવો તેમ જણાવાયું છે, રજાના દિવસોમાં પણ વેરો ભરી શકાશે, ઉપરાંત મહાપાલિકાની મુખ્ય કચેરી, સિવીક સેન્ટર, રણજીતનગર સીવીક સેન્ટર, શ‚ સેકશન રોડ, ગુલાબનગર, એચ.ડી.એફ.સી, નવાનગર બેંકમાં પણ આ વેરો ભરી શકાશે, આ વખતે કોર્પોરેશનની ટેકસ શાખાને ‚ા.૧૦૦ કરોડનો ટેકસ ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો છે, કેટલીક ગર્વમેન્ટ કચેરીઓને પણ વેરા ઉઘરાવવા માટે નોટીસ પાઠવી દેવામાં આવી છે અને કેટલીક સરકારી કચેરીઓએ એક-બે દિવસમાં જ વેરો ભરી દેવામાં આવશે તેવી હૈયાધારણા પણ આપી છે ત્યારે જો વધુ ટેકસ આવશે તો કોર્પોરેશનના વિકાસના કામોને વેગ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application