નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોડીરાત્રે JEE મેઈન્સ સેશન-2નું પરિણામ જાહેર કર્યું. ૨૪ ઉમેદવારોએ ૧૦૦ પર્સન્ટાઈલ મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું છે. જેમાં ગુજરાતના 2 વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. કુલ 24 વિદ્યાર્થીઓમાંથી સૌથી વધુ રાજસ્થાનના 7 વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. વિદ્યાર્થીઓ jeemain.nta.nic.in પર જઈને અરજી નંબર અને જન્મ તારીખની મદદથી તેમના પરિણામો અને સ્કોર કાર્ડ ચકાસી શકે છે.
અગાઉ, NTAએ શુક્રવારે બપોરે ફરીથી નવી અંતિમ આન્સર કી તેની વેબસાઇટ પર અપલોડ કરી હતી. આમાં, બે પ્રશ્નો પડતા મૂકવામાં આવ્યા છે જેના માટે ઉમેદવારોને બોનસ ગુણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉમેદવારોના વાંધાઓ બાદ બે પ્રશ્નોના જવાબો પણ બદલવામાં આવ્યા છે. ૧૦૦ પર્સન્ટાઈલ મેળવનારા ૨૪ ટોપર્સમાં ૨૨ છોકરાઓ અને ૨ છોકરીઓનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળના દેવદત્ત માઝી અને આંધ્રપ્રદેશના સાઈ મનોગ્ના ગુથીકોંડાએ સંપૂર્ણ ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવીને ટોપરની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
JEE મુખ્ય પરિણામ કટઓફ મુજબ, સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓને JEE એડવાન્સ્ડ માટે ક્વોલિફાય થવા માટે 93.10 પર્સન્ટાઇલની જરૂર પડશે. EWS ઉમેદવારો માટે કટઓફ 80.38, OBC ઉમેદવારો માટે 79.43 નક્કી કરવામાં આવ્યો છે. SC માટે કટઓફ 61.15 અને ST માટે 47.90 છે.
૨૪ ટોપર્સમાં રાજસ્થાનના ૭, તેલંગાણાના ૩, મહારાષ્ટ્રના ૩, ઉત્તર પ્રદેશના ૩, પશ્ચિમ બંગાળના ૨, આંધ્રપ્રદેશના ૧, દિલ્હીના ૨, કર્ણાટકના ૧ અને ગુજરાતના ૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
JEE મેઇન્સ 2025ના 24 ટોપર્સ
મો. અનસ- રાજસ્થાન
આયુષ સિંઘલ- રાજસ્થાન
રજિત ગુપ્તા- રાજસ્થાન
સક્ષમ જિંદાલ- રાજસ્થાન
અર્ણવ સિંહ- રાજસ્થાન
લક્ષ્ય શર્મા- રાજસ્થાન
ઓમ પ્રકાશ બેહરા- રાજસ્થાન
દેવદત્ત માઝી- પશ્ચિમ બંગાળ
આર્ચીસ્માન નંદી- પશ્ચિમ બંગાળ
આયુષ રવિ ચૌધરી- મહારાષ્ટ્ર
દક્ષ- દિલ્હી
હર્ષ ઝા- દિલ્હી
શ્રેયસ લોહિયા- ઉત્તર પ્રદેશ
સૌરવ- ઉત્તર પ્રદેશ
કુશાગ્ર બંગાહા- ઉત્તર પ્રદેશ
સાનિધ્ય સરાફ- મહારાષ્ટ્ર
વિષાદ જૈન- મહારાષ્ટ્ર
શિવેન વિકાસ તોષનીવાલ- ગુજરાત
અદિત પ્રકાશ ભગડે- ગુજરાત
સાઈ મનોગના ગુઠીકોંડા- આંધ્રપ્રદેશ
બાની બ્રત માજી- તેલંગાણા
હર્ષ એ ગુપ્તા- તેલંગાણા
વંગલા અજય રેડ્ડી- તેલંગાણા
કુશાગ્ર ગુપ્તા- કર્ણાટક
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech