ખંભાળિયાના યુવાનને મારી નાખવાની ધમકી: હથિયારો સાથે નીકળેલા ચાર શખ્સો ઝડપાયા
ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાંથી લોખંડની પ્લેટો ચોરાઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, ઉપરાંત ખંભાળિયાના યુવાનને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, જ્યારે રાવલ ગામેથી હથિયારો સાથે નીકળેલા ચાર શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખંભાળિયા-જામનગર હાઈ-વે પર વાડીનાર નજીક કાર્યરત આઈ.ઓ..સી.એલ. કંપનીમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ તરીકે પાઈપલાઈનનું કન્સ્ટ્રકશનનું કામ થતા આ સ્થળે ટેન્ક નંબર 19 તથા 20 ના ચાલુ કામ દરમિયાન પાઈપલાઈન નીચે સપોર્ટ માટે રાખવામાં આવેલી જુદી જુદી પ્રકારની લોખંડની 14 પ્લેટોની ચોરી થઈ હોવાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં કુલ રૂપિયા 53,200 ની કિંમતની લોખંડની પ્લેટ કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ વાડીનાર ખાતે રહેતા અને આશાપુરા એન્ટરપ્રાઇઝ કંપનીના અર્જુનસિંહ ધીરુભા જાડેજા (ઉ.વ. 33) એ વાડીનાર મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા કિરીટસિંહ રવુભા વાળા નામના યુવાનને આ જ ગામના દીપ સીંહ હેમુભા જાડેજા નામના શખ્સ દ્વારા "તમે બધાએ ભેગા થઈને મારા ભાઈને મારી નાખ્યો છે" તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે કિરીટસિંહ વાળાની ફરિયાદ પરથી દીપસિંહ જાડેજા સામે આઈપીસી કલમ 504 તથા 506 (2) મુજબ અહીંના પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા કાના કારૂ ગામી (ઉ.વ. 22) ને પોલીસે લાકડાના હાથવાળા કુહાડા સાથે, મીઠાપુર નજીક આવેલા વરવાળા ગામના હુસેન સાલેમામદ કેર (ઉ.વ. 37) ને પોલીસે ધોકા સાથે તેમજ મીઠાપુરમાં દેવ પરા વિસ્તારમાં રહેતા મંગલભા આસપારભા માણેક (28) ને પોલીસે છરી સાથે તથા ખંભાળિયાના ધરાર નગર વિસ્તારમાં આવેલા આશાપુરા ચોક વિસ્તારમાં રહેતા સામત ડાડુભાઈ સોઢા (ઉ.વ. 55) ને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, જી.પી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા વીરા સીદા પરમાર નામના 38 વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 30 હજારની કિંમતના મોટર સાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech