ફેમિલી હેલ્થ ઇન્સ્યોરન્સના કિસ્સામાં મહિલા વીમાધારકને માઈગ્રેનની બીમારી થયેલો સારવાર ખર્ચ 6 ટકા વ્યાજ સહિત ચૂકવી દેવા અને સમય મર્યાદામાં ન ચૂકવે તો ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટે હુકમ કર્યો છે.આ કેસની હકિકત મુજબ, ફરીયાદી મનીષાબેન ઉમેશભાઈ હાપલીયાએ ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ કો.લી. પાસેથી રૂા.૫ લાખની ફેમિલી હેલ્થ વીમા પોલિસી લીધેલ હતી.ત્યારબાદ ફરીયાદીને માઈગ્રેન બિમારી થતાં શુભમ હોસ્પિટલ રાજકોટમાં દાખલ કરવામાં આવેલ અને તેમાં થયેલ તબીબી સારવાર ખર્ચની રકમની ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ કું.લી. પાસે માંગણી કરેલ, પરંતુ વીમાકંપની દ્વારા રેપ્યુડ લેટરથી ફરીયાદીના બિલમાં ડિસ્ક્રિપ્શન હોવાને લઈને ચુકવવાનો ઈન્કાર કરેલ હતો, જેથી ફરીયાદીએ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી. જેમાં ફરીયાદીના એડવોકેટ દ્વારા ફરીયાદીના બિલમાં ખામી હોવાનું જણાવી વીમાકંપનીએ તબીબી સારવાર ખર્ચની રકમ ચુકવવાનો ઈન્કાર કરેલ તે કાયદા વિરુધ્ધનું અને ખોટું ભૂલભરેલ તથા અયોગ્ય હતું. તથા લેખિત, મૌખિક દલીલ અને વિવિધ જજમેન્ટો રજુ કરેલ. જેથી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા ફરીયાદ માન્ય રાખી વીમાકંપનીને તબીબી સારવાર ખર્ચની રકમ ફરીયાદીને અરજી દાખલ કરેલ તારીખથી રકમ વસુલ મળતા સુધી ૬ ટકા ચડત વ્યાજ સહિત ચુકવવા તથા વધુમાં જો નિયત સમય મર્યાદામાં રકમ ન ચુકવે તો ૬ ટકાના બદલે ૯ ટકાના ચડત વ્યાજ ચુકવવાનું રહેશે તથા ફરીયાદ ખર્ચ સહિતની રકમ ચુકવવા ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ કં.લી. વીમાકંપનીને હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદીના એડવોકેટ તરીકે કેવિન એચ. તાડા તથા મેઘજી આર. માટીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech