રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવાની ઇલેક્ટ્રિક સિટી બસએ ઇન્દિરા સર્કલ નજીક આઠ વાહનોને હડફેટે લેતા ચાર નિર્દોષ નાગરિકોના કરૂણ મોત નિપજ્યા હતા, તા.૧૬-૪-૨૦૨૫ને બુધવારે સવારે ૯:૫૧ કલાકે સર્જાયેલા અકસ્માતને આજે તા.૧૯-૪-૨૦૨૫ના રોજ ૭૨ કલાક પૂર્ણ થઇ ચુક્યા છે પરંતુ હજુ પણ તપાસ ઠેરની ઠેર જ છે. જો આ મામલે ઉદાહરણરૂપ કાર્યવાહી નહીં થાય તો રાજકોટમાં નિર્દોષ નાગરિકો સિટી બસની હડફેટે મરતા જ રહેશે. સિટી બસ અકસ્માત બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શ્રેણીબધ્ધ હુકમો જારી કરવામાં આવ્યા છે પરંતુ શિક્ષાત્મક કાર્યવાહીના નામે શૂન્યતા જોવા મળી રહી છે. દરમિયાન વધુ એક હુકમમાં મ્યુનિસિપલ કમિશનરએ આગામી તા.૩૦ એપ્રિલ સુધી તમામ રૂટની સિટી બસ તેમજ બીઆરટીએસમાં પણ ચેકિંગ કરવા માટે ૧૮ ટીમની રચના કરી ૯૨ જેટલા વોર્ડ લેવલ અધિકારીઓ અને ઇજનેરોને આદેશ કર્યો છે.
ક્યાં વોર્ડમાં કઇ સિટીબસનું ચેકિંગ ક્યા અધિકારી કરશે ?
૧.કિંજલ વી.ચોલેરા- બસ રૂટ નં.૭, ૨૭, ૬૯, ૭૨, ૫૮
૨.પરેશ જી.ચાવડા- બસ રૂટ નં.૩૬, ૩૮, ૫૧, ૨૦ અને બીઆરટીએસ
૩.કેતન કે.સંચાણિયા- બસ રૂટ નં.૩, ૬, ૩૭, ૨૬
૪.સિદ્ધાર્થ એમ.પંડ્યા- બસ રૂટ નં.૪૫, ૪૬, ૫૫, ૯, ૭૬
૫.મૌલિક પી.ગોંધીયા- બસ રૂટ નં.૨, ૨૩, ૩૪, ૮, ૭૩
૬.કિરણ એમ.સંગાડા- બસ રૂટ નં.૨૮, ૮૨, ૩૨, ૪, ૬૫
૭.નિલેશ કે.કાનાણી- બસ રૂટ નં.૫, ૨૧, ૨૨, ૧૮
૮.હેમાદ્રીબા એ.ઝાલા- બસ રૂટ નં.૨૫, ૭૧, ૫૩, ૫૬
૯.સુનિશા આર.માણેક- બસ રૂટ નં.૧, ૪૦, ૮૮, ૪૧
૧૦.નીલમ આઇ.બેલિમ- બસ રૂટ નં.૧૭, ૬૬, ૪૨, ૮૫
૧૧.આરતી આર.નિમ્બાર્ક- બસ રૂટ નં.૪૩, ૮૧, ૯૧, ૬૭
૧૨.રાજેશ બી.ચત્રભુજ- બસ રૂટ નં.૧૯, ૬૨, ૬૩, ૧૧, ૮૬
૧૩.ભાવેશ એસ.સોનીગરા- બસ રૂટ નં.૮૦, ૭૭, ૭૫, ૩૫
૧૪.નિકુંજ ડોબરીયા- બસ રૂટ નં.૩૦, ૩૧, ૧૫, ૪૪
૧૫.નિશા કે.જાદવ- બસ રૂટ નં.૭૦, ૬૧, ૬૦, ૧૪, ૨૪
૧૬. ફાલ્ગુની બી.કલ્યાણી- બસ રૂટ નં.૫૭, ૬૪, ૬૮, ૭૪
૧૭.નિરજ જે.રાજ્યગુરૂ- બસ રૂટ નં.૯૨, ૮૯, ૭૮, ૭૯
૧૮.વી.એચ.ટેકવાણી- બસ રૂટ નં.૧૬, ૧૩, ૫૪, ૪૭, ૮૨
ડ્રાઇવર પાસે આઠ કલાકથી વધુ કામ નહીં લેવા તાકીદ કરાઈ
રાજકોટમાં સીટી બસ કાંડમાં ચાર નિર્દોષ નાગરિકોના મોત બાદ મહાનગરપાલિકાના તમામ વાહનોનું ચેકિંગ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આદેશો જારી કર્યા છે. ખાસ કરીને કોઇ પણ ડ્રાઇવર પાસે આઠ કલાકથી વધુ કામ નહીં લેવા તાકીદ કરાય છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાની તમામ શાખાને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક પરિપત્રથી સૂચિત કરેલ છે કે તેઓના વિભાગ હસ્તકના મહાપાલિકાની માલિકીના તેમજ કોન્ટ્રાક્ટ હેઠળના વાહનો તેમજ આઉટસોર્સિંગ સહિત મનપાને સેવા આપતા તમામ વાહનો માટે સુધારાત્મક પગલાઓનું પાલન કરવાનું રહેશે.
વિવિધ સુધારાત્મક પગલાંઓ જેમાં એજન્સી મારફત (મહાપાલિકાની માલિકીના વાહનોમાં લગત શાખા દ્વારા) કાર્યરત વાહનોની યોગ્ય ચકાસણી કરી આરટીઓ/માન્ય સંસ્થાઓ દ્વારા ફીટનેસ સર્ટીફીકેટ દર વર્ષે ૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ વચ્ચે મેળવવાના રહેશે.
ડ્રાઇવરોની વય મર્યાદા ૨૫ થી ૫૮ વર્ષ રહેશે
ભારે વાહનો માટેના ફરજ પરના ડ્રાઇવરોની વય મર્યાદા ૨૫ થી ૫૮ વર્ષ રહેશે તેમજ તેની પાસે ઓછામાં ઓછું ૨ વર્ષ જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે તથા અન્ય વાહનો માટે નિયમાનુસાર નિયત અનુભવ હોય તેને જ ફરજ પર રાખવાનાં રહેશે.ડ્રાઈવરો, વાહનો, વાહનો થકી મનપાને સેવા પૂરી પાડતી એજન્સી પાસેથી બિલની સાથે નીચે મુજબની બાબતોએ સોગંદનામું લેવાનું રહેશે. (૧) ફરજ પરના તમામ ડ્રાઈવરો ફિઝિકલી ફિટ છે અને તેમની પાસે વેલીડ લાઇસન્સ છે (૨) ડ્રાઈવરો પાસેથી નિયત કામના કલાકો આઠથી વધુ કામ લેવામાં આવતું નથી તેમજ સમયાંતરે રેસ્ટ આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech