એસઓજી, બોમ્બ-ડોગ સ્કવોડ સહિતની ટુકડીઓ જોડાઇ : ૨૬ જાન્યુઆરી સુધી કામગીરી કરાશે: ધર્મ સ્થાનો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, બાગ-બગીચા, હોટલ, રેસ્ટોરન્ટમાં પણ ચેકીંગ કરાયું
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં તંત્ર દ્વારા એલર્ટ રખાયું છે, જેના ભાગરૂપે જામનગર શહેરમાં પણ તમામ જાહેર સ્થળો તેમજ ધાર્મિક સ્થળો પર તેમજ દરીયા કીનારા વિસ્તારમાં એસઓજી, બોમ્બ-ડોગ સ્કવોડની ટુકડીઓ દ્વારા સઘન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આગામી ૨૬ જાન્યુઆરી સુધી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના સીધા વડપણ હેઠળ સીટી ડીવાયએસપી જયવીરસિહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી વાઘેલાના માર્ગદર્શન હેઠળ જામનગરની એસ.ઓ.જી.ના પી.આઇ. ચૌધરી, પીએસઆઇ ઝેરની આગેવાની હેઠળ એસ.ઓ.જી.ની ટુકડી તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગઈકાલથી આ ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે, અને આગામી દિવસો સુધી અવિરત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જામનગર શહેરના એસ.ટી. ડેપો, રેલવે સ્ટેશન, ઉપરાંત તળાવની પાળ સહિતના ફરવા લાયક સ્થળો, સિનેમાગૃહો, શોપિંગ મોલ તેમજ બાલા હનુમાન મંદિર, ભીડ ભંજન મહાદેવ મંદિર, મસ્જીદ સહિતના ધાર્મિક સ્થળો તેમજ શહેરની તમામ જાહેર ભીડભાડવાળી જગ્યાઓ પર સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
તા. ૨૨ના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઘ્યાને લઇને તમામ સ્થળોએ પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહયું છે, ઉપરાંત ૨૬મી જાન્યુઆરી અનુસંધાને પણ જુદી જુદી ટુકડીઓ દ્વારા અલગ ટીમો મારફત જાહેર સ્થળો, હોટલો, ગેસ્ટહાઉસ, દરીયા કીનારા સહિતના વિસ્તારોને ચેકીંગમાં આવરી લેવામાં આવ્યા છે, ૨૬મી જાન્યુઆરી સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે, કોઇ અનીચ્છનીય બનાવ ન બને એ માટે ચેકીંગ ઉપરાંત પેટ્રોલીંગની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે, ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMજામનગરઃ આ વર્ષે ખેલ મહાકુંભમાં ગત વર્ષ કરતા વધુ રજીસ્ટ્રેશન થયા
December 28, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech