પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે બીજો મોટો પ્રતિબંધ લાદ્યો છે. કેન્દ્ર સરકારે ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી ફેલાવવા બદલ ભારતમાં કુલ 63 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ કરાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણો પર યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર અને આરઝુ કાઝમીની યુ-ટ્યુબ ચેનલનો પણ સમાવેશ થાય છે.
પ્રતિબંધિત પ્લેટફોર્મ્સમાં ડોન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યૂઝના ન્યૂઝ આઉટલેટ્સની યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. પત્રકારો ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધિત કરાયેલા અન્ય હેન્ડલમાં ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રાઝી નામાનો સમાવેશ થાય છે.
સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ દુર્ઘટનાને પગલે પડોશીઓ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ યુટ્યુબ ચેનલો ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટી અને ભ્રામક વાર્તાઓ અને ખોટી માહિતી ફેલાવી રહી છે. જો કોઈ આ ચેનલોને એક્સેસ કરવાનો પ્રયાસ કરશે, તો તેમને આવું લખેલુ વાંચવા મળશે કે રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારના આદેશને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી.
ઉલ્લેખનીય છે કે, 26 પ્રવાસીઓના ભોગ લેનારા પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ઘણા પગલાં ભર્યાં છે જેમાં સિંધુ નદીનું પાણી સ્થગિત, પાકિસ્તાનીઓને બહાર કાઢવા, વિઝા કેન્સલ સહિત બીજા પગલાં સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMહળવદ:ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે તંત્રની અણ આવડતને લીધે હજારો લિટર પાણીનો વેડફાટ
April 28, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech