મચ્છરનગરમાં એક યુવાનની પત્નીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરનાર યુવાન અને તેની માતાને પતાવી દેવાની ધમકી

  • August 02, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલાએ છરીની અણીએ પોતાને તથા પોતાના પુત્રને પતાવી દેવાની ધમકી આપવા અંગે મચ્છર નગરમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપીની પત્નીને ઇન્સ્ટાગ્રામમાં ફરિયાદી મહિલા નો પુત્ર મેસેજ કરે છે, તેવા આક્ષેપો સાથે ધાક ધમકી અપાઈ હતી.


જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૧૧ માં રહેતી દેવીબેન વિજયભાઈ સોલંકી નામની ૪૫ વર્ષની મહિલાએ પોતાને તેમ જ પોતાના પુત્રને ચરીની અણિએ પતાવી દેવા અંગે મચ્છર નગરમાં રહેતા ધર્મેશ મુકેશભાઈ અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલાના પુત્ર એ આરોપી ધર્મેશ ની પત્નીને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કર્યા છે, તેવી શંકા ના આધારે બંને આરોપીઓ દેવીબેન ના ઘેર ધસી ગયા હતા, અને છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપી હતી, જેથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application