કલ્યાણપુરમાં સરકારી જમીન પચાવી પાડીને ખેતીની ઉપજ મેળવી

  • January 04, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શખ્સ સામે પોલીસ ફરિયાદ : તપાસમાં ખેતી અને બાંધકામ કર્યાનું ખુલ્યું

કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે રહેતા રાજશી પુંજાભાઈ છૈયા નામના શખ્સ દ્વારા આ જ ગામની સરવે નંબર ૧૩૫ (જુના સરવે નંબર ૯૦-૧-૧) વાળી આશરે ૧૦ વીઘા જેટલી સરકારી પડતર જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી અનધિકૃત રીતે કબજો જમાવીને અહીં ખેતીકામ તથા બાંધકામ કરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે.
આ અંગે કલ્યાણપુરના મામલતદાર ભરતકુમાર મોહનલાલ ખાનપરાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કાનપર શેરડી ગામના રાજશી છૈયા સામે  ૩.૫૫ લાખની કિંમતની જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવા સબબ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ (લેન્ડ ગ્રેબિંગ)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ એ.એસ.પી. રાઘવ જૈન ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application