જામ્યુકોના રોડના કામમાં લીરે લીરા...!

  • July 19, 2024 10:58 AM 

એક મહિના પૂર્વે કરેલું કામ હજુ પણ અધુ: જામ્યુકોની નબળી કામગીરી: અધિકારીઓ ઘોર નિંદ્રામાં...


જામનગરમાં લાલપુર જવા માટે મેઇન રોડ એટલે રણજીતસાગર રોડ ઉપર આજથી લગભગ એક મહિના પહેલા જામનગર મહાનગરપાલિકા દ્વારા રોડમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું, તે કામ થયા બાદ હજુ સુધી રોડ-રસ્તા રીપેર થયા નથી.


જામનગરમાં રણજીતસાગર રોડ પર નાનકપુરીથી પટેલ પાર્ક સુધીનો રસ્તા પર જામ્યુકો દ્વારા એક મહિના પૂર્વ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું, તે કામ થયા બાદ તે રોડનું સમારકામ થયું નથી, તે રોડ પર માત્ર માટી, રેતી નાખીને કામ ચલાઉ બનાવી નાખવામાં આવ્યું છે, હાલ લગભગ અઢી થી ત્રણ ફુટ જેટલું રોડનું દબાણ થઇ ગયું છે, તે રોડ હવે માત્ર સીંગલ પટ્ટી જ રોડ હોય તેવું અનુભવ થાય છે, તે રોડ પર અવારનવાર ટ્રાફીકની સમસ્યાઓ ઉભી થાય છે.


વરસાદી માહોલમાં વરસાદ આવતાં પાણીના ખાડા ભરાઇ જાય છે, રોડ પર ગારો, કીચડ જોવા મળી રહે છે, તેના કારણે અકસ્માત થવાની સંભાવના રહે છે, અગાઉ ખરાબ રોડના કારણે ઘણા અકસ્માત થઇ ગયા છે, લોકો દ્વારા નવા રોડ બનાવવાની માંગ છે, આ કામ થયા બાદ જામ્યુકોના કોન્ટ્રાકટરો દ્વારા કે પછી અધિકારીઓ દ્વારા કોઇ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી તેના જ કારણે હજુ સુધી આ રોડ ખખડધજ જોવા મળી રહ્યો છે જામ્યુકોની નબળી કામગીરી રોડ પર જોવા મળી રહી છે. આ રોડને રીપેર કરવા અથવા નવું બનાવવા લોકમાંગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application