સફાઈ કામદારોને ખાનગી કંપનીના મેનેજરે ધાક ધમકી આપી હડધુત કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર
જામનગર મહાનગરપાલિકા હસ્તક પાવર લાઈન સેલ્સ એન્ડ સર્વિસ કંપની હેઠળના સફાઈ કામદારો કે જેઓના પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો, તેવા ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સહિતના સફાઈ કામદારો દ્વારા અખીલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન ના નેજા હેઠળ પોતાના પ્રશ્નોને વાચા આપવા બાબતે લાલ બંગલા સર્કલમાં ધરણા કરવામાં આવ્યા છે, દરમિયાન સફાઈ કામદારોને ખાનગી કંપનીના મેનેજર દ્વારા હડધુત કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
જામનગર મહાનગરપાલિકાના તાબા હેઠળ ચાલતી પાવર લાઈન કંપની માં ફરજ બજાવતા ગારબેજ કલેક્શનના સફાઈ કામદારો કે જેના પ્રાણ પ્રશ્નોનો અનેક વખતની રજુઆત બાદ પણ ઉકેલ આવ્યો નથી. તેવા અંદાજે ૧૪૦ જેટલા કામદારો ત્રીજી જાન્યુઆરીથી તેઓની ફરજથી અળગા રહીને ગાંધી ચીંધ્યા માર્ગે ન્યાયિક અપેક્ષા થી હડતાલ ઉપર છે. જે કામદારો માટેનું કંપની દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હોવાથી પોતાની માંગણીઓ ના સંદર્ભમાં ત્રણ દિવસથી તમામ સફાઈ કામદારો દ્વારા અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ ના નેજા હેઠળ લાલ બંગલા સર્કલમાં ઘરણાં યોજવામાં આવ્યા છે.
દરમિયાન સફાઈ કામદાર નારણભાઈ દેવજીભાઈ (ઉં.વ. ૫૩) ખાનગી કંપનીમાં ગારબેજ કલેક્શનના વાહનમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે, તે તથા અન્ય કામદારો હાપા નજીક આવેલા ખાનગી કંપનીના વાહનો પાર્ક કરવાના એરિયામાં પહોંચ્યા હતા, જ્યાં પાવર લાઈન સેલ્સ એન્ડ સર્વિસ કંપનીના મેનેજર રમેશભાઈ રાણાભાઇ જલુ કે જેઓએ તમામ સફાઈ કામદારોને ગાળો ભાંડી હતી, અને ધાકધમકી ઉચ્ચારી તેઓ દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કર્યા હતા.
જેથી સમગ્ર મામલો પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સફાઈ કામદાર નારણભાઈ જોડ ફરીયાદી બન્યા હતા, અને તેઓએ ખાનગી કંપનીના મેનેજર રમેશભાઈ રાણાભાઇ જલુ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૫૦૪,૨૯૪(ખ) તેમજ એસ્ટ્રોસિટી એક્ટ ની જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધ્યો છે, જેથી આ પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech