મકાનમાલિક પત્નીની દવા લેવા ગયા, તેટલા સમયમા જ તસ્કરો હાથ ફેરો કરી ગયા
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોને ઉપાડો વધ્યો છે તાજેતરમાં રૂ ૧૧ લાખ ની ચોરીનો બનાવ તાજો છે. ત્યાં જ વધુ એક એપાર્ટમેન્ટમાં પાંચમે માળે આવેલા ફ્લેટ માંથી તસ્કરો રૂ ૩ લાખ ૪૫ હજાર ની કિંમત ના સોનાના ઘરેણા ની ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે પોલીસ માં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરમાં શરૂ સેક્શન રોડ ઉપર આવેલા અપૂર્વ રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં પાંચ મા માળે ફ્લેટ નંબર ૫૦૧ માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશ નાં આશુતોષસિંહ શ્રી કૃષનસિંહ કુશવાહા નાં રહેણાક મકાનમાં ગત તારીખ ૪ ના સવારે કોઈ તસ્કરો એ બાલકની માંથી દરવાજો ખોલીને રૂમમાં પ્રવેશ કર્યો હતોઝ અને ઘરની તિજોરીમાંથી રૂ ૩ લાખ ૪૫ હજાર ની કિંમતના ૯૫ ગ્રામ સોના ના ઘરેણા ની ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે આશુતોષ સિંહ કુશવાહા એ પોલીસમા ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે એન જાડેજા તપાસ માટે દોડી ગયા હતા.
મકાન માલિક પોતાની પત્ની ની બીમારીની સારવાર માટે શહેર ના ટાઉનહોલ પાસે આવેલ એક ખાનગી હોસ્પિટલ માં દવા લેવા ગયા હતા સવારે ૧૦ વાગ્યે તેઓ પોતાના ઘરના તાળા મારી ને નીકળ્યા હતા, અને ૧૨:૪૫ કલાકે પરત ફર્યા હતા ત્યારે તે પોતાના ઘરમાં પ્રવેશતા રૂમમાં તિજોરી માં સામાન વેર વિખેર નજરે પડ્યો હતો. અને કબાટ નાં ખાના ખુલ્લા જોવા મળ્યા હતા. જેમાં તપાસ કરતા સોનાના ઘરેણા ની ચોરી થઈ હોવા નું માલુમ પડ્યું હતું. આજે તેમણે પોલીસની જાણ કરી હતી. પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationલગ્નમાં લડાઈ... વર-કન્યા પક્ષનું એકબીજા સાથે ઘર્ષણ, મહિલાઓએ એકબીજાના ખેંચ્યા વાળ
November 18, 2024 04:16 PMજુનાશોભાવડ ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
November 18, 2024 04:00 PMધોરણ ૯ પાસ દડવા ગામનો ધાર્મિક પંડ્યા તબીબ બની દવાખાનું ચલાવતો ઝડપાયો
November 18, 2024 03:59 PMજવેલ્સ સર્કલ વિસ્તારમાં દબાણો સામે કાર્યવાહી
November 18, 2024 03:58 PMભાવનગરનો યુવાન ૫૦ લાખની નકલી ચલણી નોટો સાથે ઝડપાયો
November 18, 2024 03:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech