ઈરાનને ટેકો આપનારા બધા દેશોને વીણી વીણીની ખતમ કરીશ: ટ્રમ્પ

  • April 23, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્ય પૂર્વમાં અનિશ્ચિત મુદત માટે લાગુ યુદ્ધવિરામ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટ અંગે મહત્વપૂર્ણ બાબત સામે આવી છે. અમેરિકા હવે એવા દેશો સામે કડક વલણ અપનાવવાનું વિચારી રહ્યું છે જેમણે ઈરાન સામેના યુદ્ધમાં તેનું સમર્થન ન કયુ. એક અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસે નાટો દેશોની યાદી તૈયાર કરી છે, જેમાં અમેરિકાની સામે ઉભેલા અને સાથે ઉભેલા દેશોના નામ છે.આ યાદી દેશોને તેમના સંરક્ષણ ખર્ચ અને અમેરિકાને સમર્થનના આધારે વર્ગીકૃત કરે છે.
આ યાદી નાટો સેક્રેટરી જનરલ માર્ક ટની વોશિંગ્ટન મુલાકાત પહેલા તૈયાર કરવામાં આવી હતી. ઘણા યુરોપિયન દેશોને તેમના વર્તનના આધારે અલગ અલગ સ્તરોમાં મૂકવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતકાળમાં ઘણી વખત યુરોપિયન દેશોની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે ઘણા સાથીઓએ ઈરાન યુદ્ધમાં અમેરિકાને ટેકો આપ્યો ન હતો કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં મદદ કરી ન હતી. આના કારણે તેલના ભાવમાં વધારો થયો અને વૈશ્વિક અર્થતત્રં પર અસર પડી.
યુદ્ધ પહેલા પણ, ટ્રમ્પે નાટો દેશોને ચેતવણી આપી હતી કે જો તેઓ સંરક્ષણ ખર્ચ અને વ્યૂહાત્મક સહયોગ અંગે યુએસની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તેઓ પરિણામોનો સામનો કરી શકે છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે પણ આ અંગે સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે દેશો અમેરિકાને ટેકો આપે છે, જેમ કે ઇઝરાયલ, દક્ષિણ કોરિયા, પોલેન્ડ, જર્મની અને બાલ્ટિકસ, તેમને ખાસ ટેકો મળશે. જે દેશો સહકાર નહીં આપે તેમને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application