ચારિત્ર્યની શંકા સેવી મધરાત્રે કુહાડાના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું : પતિએ થાંભલામાં સુતરની પટ્ટી વડે ગળાફાંસો ખાધો : ભારે ચકચાર
જામનગર નજીક કનસુમરા ગામ પ્રાઇવેટ ઝોન વિસ્તારમાં મધરાત્રે ખુની ખેલ ખેલાયો હતો, ચારિત્ર્યની શંકા સેવીને પતિએ કુહાડા વડે પત્ની પર હુમલો કરી ચારેક જેટલા ઘા ઝીંકી દઇ ઘાતકી હત્યા નિપજાવી હતી અને એ પછી ત્યાથી થોડે દૂર જઇ થાંભલામાં સુતરની પટ્ટી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો આ અંગેની જાણ થતા પંચ-બી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંનેના મૃતદેહને હોસ્પીટલ ખસેડી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.
મુળ મઘ્યપ્રદેશના જાંબવા જીલ્લાના હીડીબડીના વતની અને હાલ જામનગર તાબેના કનસુમરા પાટીયે પ્રાઇવેટ ઝોન પ્લોટ ખાતે ઝુંપડામાં રહેતા નેવા કલાભાઇ ખરાડી (ઉ.વ.૪૮) નામના યુવાને ગત રાત્રીના અંદાજે દોઢેક વાગ્યાના સુમારે તેમની પત્ની જેતરીબેન પર કુહાડાથી જીવલેણ હુમલો કરી માથા તથા અલગ જગ્યાએ ચાર ઘા ઝીંકી મોત નિપજાવ્યુ હતું અને ત્યાથી ભાગી ગયો હતો.
આ બનાવ અંગે પંચ-બીમાં હાલ પ્રાઇવેટ ઝોન ખાતે રહેતા વિજય નેવા ખરાડીએ આરોપી નેવા કલા ખરાડી સામે આઇપીસી કલમ ૩૦૨ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેમા જણાવ્યુ હતું કે આરોપી અને મરણજનાર પતિ-પત્ની થતા હોય અને આરોપી તેમની પત્ની તેમના વતનમાં કોઇ પુરુષ સાથે આડા સબંધ રાખેલ છે તેવી શંકા-કુશંકા કરતો હતો અને આ બાબતે અવાર નવાર બંને વચ્ચે તકરાર અને ઝઘડા થતા હતા, દરમ્યાન આ બાબતનું મનમાં રાખીને આરોપી નેવાભાઇએ રાત્રીના પોતાની પત્નીનું ઢીમ ઢાળી દીધુ હતું.
બીજી બાજુ પત્નીની હત્યા કરીને નેવા ખરાડી ત્યાથી નાશી જઇ થોડે દુર જઇ ઇલેકટ્રીક થાંભલા પર ખાટલો ભરવાની સુતરની પટ્ટી વડે ટીંગાઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, બનાવ બાબતનું મનમાં લાગી આવતા પોતે જાતે ફાંસો ખાઇ લીધાનું તારણ લગાવવામાં આવ્યું છે.
બનાવની જાણ થતા પંચકોશી-બીના પીએસઆઇ મોઢવાડીયા સહિતની ટુકડી દોડી ગઇ હતી અને પ્રાથમિક વિગતો જાણી હતી તેમજ ફરીયાદ નોંધીને બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા, હત્યા અને આત્મહત્યાના આ બનાવથી ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરંગમતીના પ્રોજેકટના પ્રારંભીક કામ માટેે રુ. ૨૫ કરોડની ફાળવણી
May 14, 2025 10:54 AMભારત - પાક વચ્ચે સીઝ ફાયર માટે મેં ટ્રેડ વેપન અજમાવ્યું: ટ્રમ્પની ફરી શેખી
May 14, 2025 10:53 AMબાંગ્લાદેશ છોડીને પાકિસ્તાની હાઈ કમિશનર ફરાર,અનેક અટકળો
May 14, 2025 10:48 AMપહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય વેબસાઈટો પર 15 લાખ એટેક, માત્ર ૧૫૦ જ સફળ થયા
May 14, 2025 10:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech