પેટ્રોલ પંપના કર્મીઓની ગુંડાગીરી

  • June 06, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના તળાજા રોડ પર રામમંત્ર મંદિર સામે આવેલ પેટ્રોલ પમ્પ પર એક્ટિવાની પેટ્રોલ ટાંકીના ઢાંકણા ખોળવા મામલે પમ્પ પરના ત્રણ શખ્સો એક પરિવાર સાથે માથાકૂટ કરી ઉશ્કેરાઈને પાઇપ વડે પરિવારના છ વર્ષીય બાળક અને તેના પિતા પર હુમલો કરી ઇજાઓ પહોંચાડયાની ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે ગુનો દાખલ કરી ઘટનામાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરી હતી.
શહેરના સરદારનગર વિસ્તારની નાગરિક સોસાયટી, પ્લોટ નંબર ૧૭૮૧માં રહેતાનિતેશભાઈ કનૈયાલાલ બાલચ બાલચંદાણી (ઉ. વ. ૪૪)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે   ગઈરાત્રિના આશરે સવા દસેક વાગ્યાના અરસામાં હું તથા મારા બન્ને બાળકો અને  મારી પત્ની  એકટીવા  લઈને સદવિચાર હોસ્પિટલમાં રિપોર્ટ લેવા માટે નીકળેલ અને રસ્તામાં રામમંત્ર મંદિરની સામે આવેલ પે ટ્રોલ પંપ પર એકટીવામાં  પેટ્રોલ પુરાવવા ઊભો રહેલ અને આ વખતે રાત્રિના આશરે સાડા દશેક વાગ્યા હશે અને મેં મારી એકટીવાની  પેટ્રોલ ટાંકીની સ્વીચ દબાવીને લોક ખોલેલ તરંતુ આ પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરતા વ્યક્તિએ મને જણાવેલ કે તમારી ગાડીનુ પેટ્રોલની ટાંકીનું ઢાંકણું ખોલો ત્યારે મે તેમને જણાવેલ કે ઢાંકણું ખુલ્લું છે જેમાં  પેટ્રોલ ભરતા માણસે તમે બધા ગાંડા છો તેમ કહી મને આ પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરવાની નોકરી કરતા બે અજાણ્યા શખ્સો  બિભત્સ ગાળો દેવા લાગેલ જેથી મેં ગાળો દેવાની ના પાડતા બે પૈકી એક શખ્સ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને દોડીને ઓફિસમાં જઈને લોખંડનો પાઇપ લઈને આવેલ અને તે પાઇપનો ઘા અમારા પર કરવા જતા મેં તેવિનંતી ને કરેલ કે ન મારો તેમ છતાં મારા મોટા પુત્ર અયાંશ (ઉ. વ. ૬)પર લોખંડના પાઈપનો ઘા કરતા તેને કપાળના ભાગે ઈજા થયેલી અને ત્યાથી લોહી નીકળવા લાગેલ અને આ વખતે આ અજાણ્યા શખ્સે  મારા પર પણ પાઈપનો ઘા કરવાની કોશિશ કરતા મેં જણાવેલ કે મારા બાળકને લોહી નીકળે છે હવે તમો મને માર મારોમાં તેમ છતાં તેમણે પાઇપનો બીજો ઘા કરતા મારા જમણા હાથે કાંડાના નીચેના ભાગે વાગી જતા મને ત્યાં છોલાણ થયેલ આ વખતે કોઈ ત્રીજો અજાણ્યો શખ્સ આવેલ અને તે પેટ્રોલપંપનો જ કર્મચારી હોય મને કહેલ કે ઓફિસમાં આવી જાવ ત્યાં વાતચીત કરી સમાધાન કરી વાત પૂરી કરીએ અને જો તું ઓફિસમાં નહીં આવે તો તારા ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકી આપતા ત્રણેયના  ફોટા પાડવા જતાં તમારે જ્યાં ફરિયાદ કરવા જવી હોય ત્યાં જઈ શકો છોતેમ કહીં  શબ્દોમાં ગાળો આપી હતી. દરમ્યાનમાં મારાપુત્રને સરટી હોસ્પિટલમાં  સારવારમાં લાવતા ટ્રોમાં સેન્ટર ઈમરજન્સી વોર્ડ માં ખસેડ્યો હતો. નિતિશભાઇએ નોંધાવેલી ફરિયાદના પગલે નિલમબાગ પોલીસે ગુન્હો દાખલ કરી ઘટનામાં સંડોવાયેલ પેટ્રોલપંપના કર્મચારી મનજી ધરમશી ગોહિલ, પ્રવિણ વાલજીની ધરપકડ કરી હતી. અને બન્ને આરોપીઓને સ્થળ પર રી-ક્ધટ્રકશન અર્થે લઇ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application