GST અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટો ઝાટકો આપતો એક ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે. જેમાં કોર્ટે જણાવ્યું છે કે GIDCએ લીઝ પર આપેલા પ્લોટને જો કોઈ ઔદ્યોગિક એકમ થર્ડ પાર્ટીને વેચે તો તેના ઉપર સરકાર ૧૮ ટકા GST વસૂલી શકે નહીં.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અન્ય અરજદારોએ હાઇકોર્ટમાં કરેલી રિટ પિટિશન જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયા અને જસ્ટિસ નિરલ આર. મહેતાની બેન્ચે સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખી હતી અને આ મામલે ઓથોરિટી દ્વારા જેમને પણ ૧૮% GSTની વસૂલાત માટેની નોટિસ પાઠવવામાં આવી છે, તે નોટિસોને પણ રદબાતલ કરી છે. સાથે જ ચુકાદા ઉપર સ્ટે આપવાની રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે કરેલી વિનંતી પણ ફગાવી દીધી છે. આ ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડોનો બોજો પડી શકે છે.
GIDC દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક એકમોને લીઝ પ્રોપર્ટી આપવામાં આવે છે. આ પ્રોપર્ટી કે પ્લોટ જે કિસ્સામાં ૯૯ વર્ષની લોંગ ટર્મ લીઝ ઉપર આપવામાં આવી હોય તે એકમો જ્યારે થર્ડ પાર્ટીને એ પ્લોટ કે પ્રોપર્ટી વેચે ત્યારે GSTના કાયદા મુજબ એ એક રીતે સંપત્તિનું વેચાણ જ કહેવાય. આથી તેના ઉપર ૧૮% GST વસૂલી શકાય નહીં. પરંતુ ઓથોરિટી દ્વારા રાજ્યભરની વિવિધ GIDCમાં ઔદ્યોગિક એકમો દ્વારા જ્યારે પણ થર્ડ પાર્ટીને વેચાણ અંગેનું ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહાર કરવામાં આવે ત્યારે એના પર ઉપર ૧૮% GSTની ડિમાન્ડ કરવામાં આવતી હતી.
2017થી થયેલા સોદાઓ ઉપર નોટિસ રદ
હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદામા જણાવ્યા મુજબ વર્ષ 2017થી થયેલા સોદાઓ ઉપર અપાયેલી નોટિસ પણ રદ કરવામાં આવનાર છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, રાજ્યની 180થી વધુ GIDCમાં થયેલા સોદામાં નોટિસ આપવામાં આવી હતી. જેને હવે રદ કરવામાં આવશે.
ફ્રી હોલ્ડ અને લીઝ હોલ્ડ પ્રોપર્ટી વચ્ચે શું તફાવત છે?
ફ્રી હોલ્ડ પ્રોપર્ટી સંપૂર્ણપણે વ્યક્તિની માલિકીની હોય છે, જ્યારે લીઝહોલ્ડ પ્રોપર્ટી એવી છે જે સરકાર દ્વારા નિશ્ચિત સમયગાળા માટે લીઝ પર આપવામાં આવે છે. આવી સ્થિતિમાં અધિકારોની દ્રષ્ટિએ લીઝ હોલ્ડ કરતાં ફ્રી હોલ્ડ પ્રોપર્ટી વધુ સારી છે. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી સરળતાથી વેચી શકાય છે, ટ્રાન્સફર કરી શકાય છે અને કોઈપણ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ, આનાથી વિપરીત લીઝહોલ્ડ પ્રોપર્ટી પર બાંધકામ કરતા પહેલા મૂળ માલિક અથવા સરકાર પાસેથી પરવાનગી લેવાની રહેશે. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી પેઢીઓ સુધી રહે છે. લીઝ હોલ્ડ મિલકત સમાપ્ત થયા પછી તે સરકારને જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application(HMPV) હ્યુમન મેટાન્યુમોવાઈરસ થી ગભરાવવાની જરૂર નથી સાવચેતી જરૂર રાખીએ
January 06, 2025 03:41 PMબેડી વાછકપરની પ્રાથમિક શાળાના શિક્ષકે છ બાળા સાથે કર્યા અડપલાં
January 06, 2025 03:41 PMરાજકોટ–ચોટીલા હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ: ૨૦ કિમી લાંબી વાહનોની કતાર લાગી
January 06, 2025 03:40 PMકલ રહે ના રહે હમ... ચિરાગ કટ્ટીના સંગીતમાં શ્રોતાઓ આનંદવિભોર
January 06, 2025 03:35 PMશહેર ભાજપના વોર્ડ પ્રતિનિધિના નામ જાહેર; વોર્ડ નં.૧૭માં ડખ્ખો થતાં નામ જાહેર ન કરાયું
January 06, 2025 03:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech