સૌરાષ્ટ્ર-કચછ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજથી હિટ વેવના વધુ એક નવા રાઉન્ડનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તારીખ 17 સુધી હિટ વેવ ની અસર રહેશે અને ત્યાર પછી મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થશે.
આજે રાજકોટ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા માટે હિટ વેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગરમીના પ્રમાણમાં વધારો થશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં તારીખ 17 સુધી ગરમી અને ભેજના પ્રમાણમાં વધારો થશે અને તેના કારણે અકળામણનું પ્રમાણ વધી જશે. આજે સવારે પોરબંદરમાં 95 વેરાવળમાં 94 ભુજમાં 69 દ્વારકામાં 81 કંડલામાં 83 ઓખામાં 78 ટકા ભેજ નોંધાયો હતો. દરિયાકાંઠાથી દૂર હોવા છતાં રાજકોટમાં આજે ભેજનું પ્રમાણ 86% નોંધાયું છે.
હીટ વેવ આજથી શરૂ થયો છે પરંતુ રાજ્યના 11 સેન્ટરો એવા છે કે ત્યાં મંગળવારે મહત્તમ તાપમાન 40 થી 43.6 ડિગ્રી નોંધાયું છે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન કંડલા એરપોર્ટ પર 43.6% રહેવા પામ્યું છે. આ ઉપરાંત ભુજમાં 40.8 ભાવનગરમાં અને રાજકોટમાં 42.2 સુરેન્દ્રનગરમાં 42.7 મહુવામાં 40.2 અમદાવાદમાં 42.9 ડીસામાં 41.1 ગાંધીનગરમાં 42.5 વડોદરામાં 40.8 અને સુરતમાં 40.1 ડીગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું.
હવામાન વિભાગે ગુજરાત ઉપરાંત રાજસ્થાન પંજાબ હરિયાણા માટે પણ હિટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત પૂર્વ, પૂર્વોતર અને દક્ષિણના અનેક રાજ્યોમાં ભારે વરસાદ માટે આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech