ટ્રમ્પે અમેરિકનોને જ વધુ નોકરીએ રાખવાનું વચન આપ્યું, H-1B વિઝા પોલિસીથી ભારતીયોનું ટેન્શન વધ્યું

  • January 14, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હજારો ભારતીયોનું H-1B વિઝા મેળવવાનું સપનું હોય છે. તે સ્વપ્ન સાકાર કરવાની એક ટિકિટ છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળના અમેરિકન વહીવટીતંત્રમાં ઘણા ભારતીયોના સપના ચકનાચૂર થઈ શકે છે. આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેમાં લોકોની જોબ ઑફર રદ કરવામાં આવી છે, અને ઑફરો પાછી ખેંચી લેવામાં આવી રહી છે.


ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરે તે પહેલાં જ, ભારતીયોને તેની ઝલક મળી શકે છે કે આગળ શું થવાનું છે. નોકરીની ઓફર રદ થવાથી લઈને યુએસમાં અભ્યાસ અંગેની અનિશ્ચિતતા સુધી, H-1B વિઝાની ચર્ચા ઘણા ભારતીયોના જીવનમાં ઉથલ-પાથલ કરી રહી છે. જેઓ અમેરિકામાં રહેવાનું સપનું જોઈ રહ્યા છે અને જેઓ પહેલેથી જ ત્યાં રહી રહ્યા છે.


ટ્રમ્પે અમેરિકનોને જ વધુ નોકરીએ રાખવાનું વચન આપ્યું છે

H-1B વિઝા પ્રોગ્રામ યુ.એસ.માં વિદેશીઓ માટે સૌથી મોટા હંગામી વર્ક વિઝા છે. તે એમ્પ્લોયર્સને મેરિટ અને એબિલિટીના આધારે વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. 2023 સુધીમાં પ્યુ રિસર્ચ રિપોર્ટ જણાવે છે કે યુએસમાં ઇમિગ્રેશનમાં 16 લાખનો વધારો થયો છે, જે છેલ્લા બે દાયકામાં સૌથી મોટો વધારો છે. આની પાછળ ઘણા અમેરિકનોમાં નારાજગી હોઈ શકે છે. આ પછી, સ્થાનિક લોકોમા હિસાબથી નીતિઓ બનાવવામાં આવી રહી છે.


ટ્રમ્પે કડક ઈમિગ્રેશન પોલિસી લાગુ કરવાનું અને અમેરિકનોને વધુ નોકરીએ રાખવાનું વચન આપ્યું છે. ઇમિગ્રેશન સિસ્ટમ પરની ચર્ચાએ ભારતીયો માટે સમસ્યાઓ લઈ આવ્યું છે, જેઓ યુએસમાં સૌથી વધુ H-1B વિઝા ધારકો છે.


અમેરિકા જવા ઈચ્છતા અનેક લોકોના સપના રોળાયા

MBAની ડિગ્રી મેળવનાર આશિષ ચૌહાણે બીબીસીને કહ્યું, અમેરિકા જઈને અભ્યાસ કરવા ઈચ્છતા હતા. આશિષનું સપનાની શરૂઆત અમેરિકન યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યા પછી થશે, પરંતુ ટ્રમ્પ સમર્થકો દ્વારા H-1B વિઝા અંગેની ચર્ચા જોરશોરથી શરૂ થતાં તેને લાગે છે કે તેનો આ પ્લાન નિષ્ફળ જશે.


H-1B વિઝા પ્રોગ્રામ અમેરિકન કર્મચારીને નબળા કરે છે

H-1B વિઝા પ્રોગ્રામ સ્કિલ્ડ કર્મચારીને અમેરિકામાં લાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ સમર્થકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ એક એવો પ્રોગ્રામ છે જે અમેરિકન કર્મચારીને નબળા કરે છે. આ પ્રોગ્રામમાં ભારતીયોએ દબદબો બનાવ્યો છે, જેમણે 72% H-1B વિઝા મેળવ્યા છે, જ્યારે ચીનના નાગરિકો માટે 12% છે.


મોટાભાગના વિઝા ધારકો STEM ક્ષેત્રોમાં કામ કરે છે, ખાસ કરીને કોમ્પ્યુટર-સંબંધિત નોકરીઓમાં, પરંતુ ભારતીય H-1B વિઝા ધારકો વધતી તપાસ અને પ્રતિક્રિયાનો સામનો કરી રહ્યા છે. ચિંતા ફક્ત તે લોકો સુધી જ સીમિત નથી જેઓ હજુ પણ અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છે. ત્યાં રહેતા લોકો માટે મોટી ચિંતા છે, જેઓ તેમની નોકરી ગુમાવવાના જોખમમાં છે.


અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે, જેમાં માત્ર એક વર્ષમાં 35%નો વધારો જોવા મળ્યો છે. હાલમાં, અમેરિકન યુનિવર્સિટીઓમાં ભારતમાંથી 250,000થી વધુ વિદ્યાર્થીઓ છે. જો કે હવે અમેરિકામાં રોજગાર મેળવવા બાબતની ચિંતા છે.


ટ્રમ્પના શપથ પહેલા લોકોની જોબ ઓફર રદ કરવામાં આવી છે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વી પુવ્વાડા (નામ બદલ્યું છે)એ વાત કરી કે કેવી રીતે જોબ ઓફર તેમને મળ્યાના એક મહિના પછી જ રદ કરવામાં આવી. તેમણે કહ્યું કે તેનું કારણ "H1-B નાબૂદ" છે. તેમણે કહ્યું, "મને ડિસેમ્બર 2024માં જોબ ઓફર કરવામાં આવી હતી, "અને મારી પાસે ઑફર લેટર્સ હોવાથી, મેં મારી ;હાલની નોકરીમાંથી રાજીનામું આપ્યું છે."


પુવ્વાડાએ એવા સવાલો પણ ઉઠાવ્યા છે કે જો કે યુએસમાં નવા વહીવટને કારણે તેમના ઓફર લેટરમાં હોલ્ડના કારણો સ્પષ્ટપણે જણાવવામાં આવ્યા ન હતા, પરંતુ તેના કેટલાક કારણ હોઈ શકે છે. લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે ભારતીયોને અમેરિકામાં પ્રવેશતા રોકવા તેમની જોબ ઓફર રદ કરાઈ રહી છે.


H-1Bને લઈને અમેરિકનોમાં અસંતોષ
H-1B વિઝા કાર્યક્રમ અમેરિકાનો સૌથી મોટો વર્ક વિઝા પ્રોગ્રામ છે. તે અમેરિકન કંપનીઓને કાર્યક્ષમતાના આધારે વિદેશી કામદારોને નોકરીએ રાખવાની છૂટ આપે છે. 2023ના પ્યુ રિસર્ચ મુજબ અમેરિકાએ તે વર્ષે 16 લાખ જેટલા ઇમિગ્રેશન આપ્યા હતા, જે છેલ્લા બે દાયકામાં સૌથી મોટો વધારે દર્શાવે છે. આ પ્રકારના વિઝાના લીધે અમેરિકનોમાં અસંતોષ પણ છે. તેના લીધે વધુને વધુ અમેરિકનોને નોકરીઓ મળે તેવી પોલિસીઓ ઘડવામાં આવી રહી છે.


પોતાની X પોસ્ટમાં, એક વ્યક્તિએ કહ્યું, “H1-B નાબૂદ કરવાથી અમેરિકનો માટે રોજગારની સમસ્યા કેમ ઉકેલી શકાતી નથી? ઠીક છે, અમેરિકન કંપનીઓ ભારતીયોને અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ તરીકે લાવ્યા વિના ભારતમાં જ નોકરી પર રાખી શકે છે."


રિપોર્ટ અનુસાર, સાનિયા 2022માં માસ્ટર ડિગ્રી કરવા માટે નાગપુરથી અમેરિકા ગઈ હતી. તેણે પોતાના ભવિષ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સાનિયા કહે છે, “મને કહેવામાં આવ્યું હતું કે તેઓ મને માર્ચ 2025માં H-1B વીઝા માટે રજિસ્ટર કરશે, પરંતુ તેઓએ પ્રક્રિયા શરૂ પણ કરી નથી. "શું આનો અર્થ એ છે કે તેઓ મારા H-1B માટે પછીથી અરજી કરશે, અથવા જો કોઈ મોટો સુધારો થાય તો તેઓ મને નોકરીમાંથી કાઢી મૂકવાની યોજના કરી રહ્યા છે?"


સુરક્ષિત વિઝા ધરાવતા લોકો પણ મુંઝવણ અનુભવે છે. ગુજરાતના એક સોફ્ટવેર ડેવલપર હાલમાં કેલિફોર્નિયામાં કામ કરે છે.તે પોતાની ચિંતા પણ વ્યક્ત કરે છે. તેમણે TOIને જણાવ્યું "મેનેજમેંટે સ્પષ્ટપણે જણાવ્યું નથી કે આ છટણી વિઝા મુદ્દાઓ સાથે સંબંધિત છે કે કેમ, પરંતુ સમય શંકાસ્પદ છે. તેમણે વિઝા ધારકો માટે મુશ્કેલ પરિસ્થિતિઓ વિશે પણ વાત કરી, અમેરિકામાં રહેવા માટે, તેઓએ તેમની વર્તમાન નોકરી ગુમાવ્યાના 60 દિવસની અંદર નવી નોકરી મેળવવી પડશે.​​​​​​​


ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં H-1B વિઝા ધારકો માટે ભવિષ્ય શું છે?

કોર્નેલ લો સ્કૂલના ઇમિગ્રેશન સ્કોલર સ્ટીફન યેલ-લોહરે ટ્રમ્પના બીજા કાર્યકાળના પડકારો વિશે વાત કરી. તેમણે બીબીસીને કહ્યું, "ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને અગાઉ H-1B વિઝા નિયમોને કડક બનાવ્યા હતા. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ફરીથી આવું થશે કે કેમ તે સ્પષ્ટ નથી."

જો કે, ટ્રમ્પ વહીવટીતંત્રમાં રહેલા ઈલોન મસ્ક H-1B વિઝાને સાચવવાની હિમાયત કરે છે. ઉદાહરણ તરીકે, તે હજી સ્પષ્ટ નથી કે આગળ શું થશે. યુ.એસ.માં H-1B વિઝા ધારકો ઘણીવાર તેમની હોમ કન્ટ્રીની સરખામણીમાં તે ભૂમિકા માટે વધુ પગાર મેળવે છે. આવી સ્થિતિમાં જો લોકોને તકોથી વંચિત રાખવામાં આવે તો તેની આર્થિક અસર પડી શકે છે. ઘણા લોકો માટે, H-1B વિઝા કાયમી નિવાસનો માર્ગ ખોલે છે, પરંતુ પ્રક્રિયા ધીમી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application