દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચણાના પાકમાં સૂકારા, મૂળખાઇ અને સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૂકારાનો રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે. આ રોગમાં વાવણી બાદ ત્રણ અઠવાડિયા પછી ધરુ અવસ્થામાં છોડ સુકાઇ જમીન પર ઢળી પડે છે. પાછતરો સુકારો પાકની ૩૦ થી ૩૫ દિવસની અવસ્થાથી માંડી ચણાના પોપટા પાકે ત્યાં સુધી જોવા મળે છે. પાન પીળા પડી અને આખો છોડ સુકાઇ જાય છે. કયારેક છોડ આખો ન સુકાતા અમુક ડાળી સુકાયેલ જોવા મળે છે. જેને પઆંશિક સુકારોથ કહે છે. સુકાયેલ છોડને જમીનમાંથી ઉખાડી તપાસતાં તેમાં બહારથી કોહવારો જોવા મળતો નથી પરંતુ છોડનાં થડને ઉભું ચીરવામાં આવે તો તેની જલવાહિની ઘેરા કથ્થઈ કે કાળા રંગની જોવા મળે છે. રોગીષ્ટ છોડ પર કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ/લિટર દ્રાવણનો છંટકાવ કરવો, પી. ફ્લોરોસેન્સ અથવા ટી. વિરીડી ૨.૫ કિગ્રા/હેક્ટર ૫૦ કિગ્રા ખાતર સાથે રોગીષ્ટ છોડની ફરતે રેડવું, સ્ટંટ વાયરસ રોગ વિષાણુંથી થાય છે અને મોલો મશી નામની ચૂસિયા જીવાતથી ફેલાતો હોઇ તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનશક જેવી કે મિથાઇલ-ઓ- ડીમેટોન ૧૨ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમં મિશ્ર કરી છંટકાવ કરવો. સુકારા રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા.ને ૨૫૦ કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવે છે. ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્માહરજીએનમ સંવર્ધિત છાણિયા ખાતરને (૧૦ કિલો જૈવિક નિયંત્રક/ ટન છાણિયા ખાતર) ૧ ટન/હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech