બપોરે બ્લડ ડોનેશન કેમ્પ પણ ખુલ્લો મુકવામાં આવશે, રાત્રે ભવ્ય રાસોત્સવનું પણ આયોજન, આહીર સમાજના અગ્રણીઓ સહભાગી બનશે ભવ્ય કાર્યક્રમમાં...
જામનગરમાં મકર સંક્રાતિના દિવસે સમસ્ત આહીર સમાજને સાંકળી લેતા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સત્યમ કોલોની ગ્રાઉન્ડ ખાતે સમૂહ ભોજન, બ્લડ ડોનેશન કેમ્પ અને ભવ્ય કૃષ્ણ રાસનું આયોજન કરવામાં આવ્યું છે. આહીર યુવા ગ્રુપ અને આહીર સમાજ દ્વારા આયોજિત ત્રિવિધ કાર્યક્રમમાં આહીર સમાજના આગેવાનો તેમજ રાસોત્સવમાં જાણીતા મંડળી ગાયક નારણભાઈ આહીર સહભાગી બનશે.
જામનગર આહીર યુવા ગ્રુપ અને આહીર સમાજ દ્વારા દર વર્ષે સમસ્ત આહીર સમાજના સમૂહ ભોજનનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. દર વર્ષે મકર સંક્રાતિના દિવસે યોજાતા આ કાર્યક્રમનું આ વખતે પણ તા. 14/1/2025ના મંગળવારે મકર સંક્રાતિના દિવસે દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સત્યમ કોલોની ખાતેના ઓસવાળ કોલોની બે રોડ, આહીર સમાજ અને શ્રીજી હોલ વચ્ચે આવેલ મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ ખાતે ત્રિવિધ કાર્યક્રમોના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સતત 14માં વર્ષે થનાર ભવ્ય સમૂહ ભોજનના કાર્યક્રમની પરેખા મુજબ બપોરે બે વાગ્યાથી આઠ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બહુમુલ્ય લોહીનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. સમાજના યુવાનો સહીત બહેનોને પણ આ ભગીરથ સેવા યજ્ઞમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે. બ્લડ ડોનેશન ની સાથે સાથે જ સાંજે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બંને કાર્યક્રમ બાદ રાત્રે સાડા આઠ વાગ્યા થી અગ્યાર વાગ્યા સુધી ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચૌટા વાળા નારણભાઈ આહીરની સંગાથે રાસોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ સહીત આહીર સમાજના અગ્રણીઓ હાજર રહેશે. જામનગરમાં રહેતા તમામ આહીર સમાજના પરિવારજનોને આ કાર્યક્રમમાં સહભાગી બનવા આહીર યુવા ગ્રુપ વતી પ્રમુખ મહેશભાઈ નંદાણીયાએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજે દ્વારકા ગોમતી ઘાટ બેઠક ખાતે શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની પ્રાગટ્ય ઉત્સવ
April 24, 2025 09:56 AMVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech