૧૩ આરોપીઓની અટકાયત
જામનગર શહેર તેમજ લાલપુરમાં પોલીસે ગઈ રાત્રે જુગાર અંગે જુદા જુદા ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા, અને ૧૩ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગર શહેરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો શંકર ટેકરી રામનગરમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ટમુભા બચુભા પરમાર, વિજય અમુભાઈ સોલંકી, અશોક વશરામભાઈ ડાભી, હિતેશ કાળુભાઈ સવાસળિયા, મેઘજીભાઈ ખોડાભાઈ ચોપડા, અને દિપક જીતુભાઈ નાખવા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૦,૦૩૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગે નો બીજો દરોડો જામનગરમાં કોટવાળ ફળી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા અજય લક્ષ્મણભાઈ પરમાર, રફીક રજાકભાઈ પટણી, અસગર ઈબ્રાહીમભાઇ કુરેશી, ઈમ્તિયાઝ અનવરભાઈ સોરઠીયા અને મક્સુદ હારુનભાઈ ચાકી ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૨,૨૮૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો ત્રીજો દરોડો લાલપુરના ગોહિલવાસ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાથી જાહેરમાં વરલી મટકા ના આંકડા લખવા અંગે જયસુખ પાલાભાઈ ખરા નામના શખ્સને ઝડપી લીધો છે, અને તેની પાસેથી રોકડ રકમ તેમજ વરલી મટકા નું સાહિત્ય કર્યું છે.
આ ઉપરાંત લાલપુરમાં માર્કેટિંગ યાર્ડ પાસેથી જાહેરમાં વરલી મટકા ના આંકડા લખી રહેલા જગદીશ મગનભાઈ સુતરીયા ને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી પણ રોકડ રકમ અને વરલી મટકા નું સાહિત્ય કબજે કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationલોનના બહાને અઠગં ચીટરની વધુ ૭ સાથે ૫.૪૭ લાખની ઠગાઇ
November 20, 2024 02:55 PMવિરપુર સીમ વિસ્તારમાંથી કેબલ વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
November 20, 2024 02:54 PMગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતો શખસ ૮૫૨ ગ્રામ ગાંજા સાથે પકડાયો
November 20, 2024 02:53 PMપીઝાના પૈસાની ઉઘરાણી મુદ્દે બે કેટરર્સના બે ધંધાર્થી વચ્ચે ધોકા–પાઇપ ઉડ્યા
November 20, 2024 02:52 PMસિહોર શહેર અને પંથકમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ બની સખ્ત
November 20, 2024 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech