ગોંડલના વોરા કોટડા રોડ પર રહેતા રીક્ષાચાલકના ઘરમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા અહીંથી .૮૫૨૦ ની કિંમતનો ૮૫૨ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.આરોપી અગાઉ પણ બે વખત ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ ચૂકયો છે.તેની પુછતાછ કરતા તે આ માદક પદાર્થ સુરત લાવી પડીકી બનાવી વેચતો હોવાની કબુલાત આપી હતી.આ અંગે આરોપી સામે ગોંડલ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરની સૂચના હેઠળ એસઓજીના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મીયાત્રા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ જયવિરસિંહ રાણા, હેડ કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, અરવિંદભાઇ દાફડાને એવી બાતમી મળી હતી કે, ગોંડલના વોરા કોટડા રોડ પર રહેતા એજાજ ઉર્ફે મામુ નામના શખસના ઘરમાં માદક પદાર્થનો જથ્થો પડયો છે અને તે વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે આ શખસના મકાનમાં દરોડો પાડયો હતો.અહીં મકાનમાંથી .૮૫૨૦ ની કિંમતનો ૮૫૨ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે ગાંજાના આ જથ્થા સાથે આરોપી એજાજ ઉર્ફે મામુ દિલાવરભાઇ મકરાણી(ઉ.વ ૩૨ રહે. વોરા કોટડા રોડ,આવાસ યોજના કવાર્ટર નં.૨૪૧,ગોંડલ) ને ઝડપી લીધો હતો.પોલીસે જણાવ્યું હતું આરોપી એજાજ રીક્ષા ચાલક છે.સાથોસાથ તે માદક પદાર્થની હેરફેર પણ કરે છે.આરોપી પોતે પણ બંધાણી છે.તે ગાંજો લાવી તેની પડીકી બનાવી છુટકમાં વેચાણ કરતો હતો.આ માદક પદાર્થ તે સુરતથી લાવ્યો હોવાની રટણ કયુ છે.આરોપી અગાઉ વર્ષ ૨૦૨૦ માં વિરપુરમાં બે કિલો ૧૦૦ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો હતો.જયારે વર્ષ ૨૦૨૩ માં લાભ પાંચમના દિવસે આરોપી શાપરમાં બે કિલો ગાંજા સાથે ઝડપાયો હતો.આરોપી સામે ગોંડલ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરી આ મામલે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMમારો કેસ બંધ કરો, દારૂ કૌભાંડમાં હાઈ કોર્ટ પાસે કેજરીવાલની માંગ, શું કરી દલીલ?
November 20, 2024 04:31 PMસિક્યોરિટી કાઉન્સિલમાં ઈઝરાયલ સામે 10 દેશો જોડાયા, હવે બધાની નજર અમેરિકા પર
November 20, 2024 04:24 PMઅખિલેશ યાદવે આપી ચેતવણી, ચૂંટણીમાં બેઈમાની કરનારા અધિકારીઓની થશે હકાલપટ્ટી
November 20, 2024 04:17 PMરાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની ઉજવણી
November 20, 2024 04:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech