જી.જી. હોસ્પિટલમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો

  • October 28, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. બીમારીના કારણે તેનું મૃત્યુ નીપજયું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં 45 થી 50 વર્ષની વયના અજ્ઞાત પુરુષને કોઈ વ્યક્તિ દાખલ કરી ગયું હતું, જેનું નામ ઠામ જાણવા મળ્યું નથી, પરંતુ તેના પગમાં ગેંગરીંગ ની બીમારી હતી, અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.


આ બનાવવા અંગે સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે મૃતદેહની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. પીએસઆઇ કે.એન. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application