ભાણવડમાં નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પ

  • October 26, 2024 12:28 PM 

હાલના ભૌતિક યુગમાં લોકોમાં માનસિક બીમારીનુ પ્રમાણ વધતુ જોવા મળે છે ત્યારે લોકો આ બિમારીને સમજી શકે એ માટે નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પ તેમજ માનસિક વિકલાંગતા સર્ટીફીકેટ વિતરણ યોજાતા જેમાં 60 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.


ભાણવડ ખાતે સરકાર સંચાલિત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા સરકારી જનરલ હોસ્પિટલ દ્વારા આયોજીત આ કેમ્પમાં માનસિક રોગ વિભાગના તજજ્ઞ ડોકટર જગદીશ વારોતરિયા, ડો. વિજયભાઇ પીપરોતર, ડો. સાવન ઠકરાર, ડો. ભાવિકાબેન બોદર, સહિત હાજર રહ્યા હતા.


માનસિક રોગથી પીડાતા દર્દીઓનું પ્રથમ તબીબીઓએ નિદાન કર્યુ હતુ ત્યારબાદ નિ:શુલ્ક દવા આ તકે માનસિક રોગ વિભાગના તજજ્ઞ તબીબ જગદીશ વારોતરીયાએ કહ્યું કે લોકો શારિરીક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને એ જરી છે. આ તકે માનસિક વિકલાંગતાઓને જરી સર્ટીફીકેટ વિતરણ પણ કર્યુ હતું.


કાર્યક્રમની સાથે એલ.એ.ડી.સી. આસી. નવલસિંહ જાડેજા, નીશાબેન ગઢવી, એડ. વિજયભાઇ ડોસાણી એ પણ ખાસ હાજર રહી દર્દીઓ તેમજ દર્દીઓના સંબંધી સાથે કાનૂની સેવા સહિતનાં મુદે જાણકારી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application