જામનગરની ખાનગી શિપિંગ કંપની સાથે રૂપિયા. ૮.૬૨ લાખની છેતરપિંડી

  • August 19, 2024 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ચીટર શખ્સ સામે ફરિયાદ નોંધાવાઇ


જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલી શ્રીજી કંપની સાથે કોઈ સાઇબર ઠગે  બોગસ ઇ-મેલ આઇડી નો દૂર ઉપયોગ કરીને ફલોટિંગ ક્રેઇન માટેનું જરૂરી ઓઇલ મોકલવવા માટેનું  કોટેશન મંગાવી તેનું પેમેન્ટ પોતાના ખાતામાં જમા કરાવી લઇ શિપિંગ કંપનીને માલ નહીં મોકલી ૮ લાખ ૬૩ હજાર થી વધુ ની છેતરપિંડી કરી હતી.


જે અંગે ની ફરિયાદ જામનગર ની ખાનગી કંપનીના પરચેસ એક્ઝિટિવ પ્રતીક ચંદ્રેશભાઇ ઓઝા દ્વારા જામનગરના સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવાઇ છે. સાઇબર ક્રાઇમ પોલીસે બોગસ ઇમેલ આઇડીનો ઊપયોગ કરી ઓનલાઈન છેતરપિંડી કરનાર સામે આઇપીસી કલમ ૪૦૬,૪૨૦, ૧૨૦-બી  તથા આઈ.ટી એક્ટની કલમ ૬૬ ડી મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


ઉપરોક્ત ચિટર શકસ દ્વારા કંપનીને ફલોટીંગ ઓઇલ મોકલવા ના બહાને ડીલિંગ કરી તે અંગેની ૮,૬૨,૧૮૪ ની રકમ બેંક મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી, અને આજ દિન સુધી માંગ્યા મુજબ નો માલ સામાન કે રૂપિયા પરત મોકલ્યા ન હોવાથી આખરે ઉપરોક્ત મેઇલ આઈડી ધારક સામે ફરિયાદ નોંધાવાઇ છે, જે અજાણ્યા શખ્સની શોધખોળ ચલાવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application