જામ્યુકોના સીટી ઇજનેરની પાસે ખંડણી માંગી ધમકી દેતો પુર્વ કોર્પોરેટર

  • March 28, 2024 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇમ્પેકટ ફીની ફાઇલ કલીયરીંગ કરી આપવા ધાક ધમકી : દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે એવી દાંટી મારી : પોલીસ ફરીયાદથી ચકચાર



જામનગર મહાનગર પાલીકાના સીટી ઇજનેરનો કાંઠલો પકડીને ધાક ધમકી દીધાની તેમજ સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે તેમ કહીને ખોટા કેસમાં ફસાવી દેવાની દાંટી માયર્નિી પુર્વ કોર્પોરેટર સામે વિધિવત ગુનો દાખલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે, ફરીયાદ આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



જામનગરના પટેલ કોલોની શેરી નં. 10 શ્યામ કુટીર ટેનામેન્ટ ખાતે રહેતા અને મહાનગરપાલીકાના સીટી એન્જીનીયર ભાવેશ નટવરલાલ જાની (ઉ.વ.50)એ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં જામનગરના શાંતી હાર્મની બિલ્ડીંગ પાછળ ઝુપડપટ્ટી પાસે રહેતા પુર્વ નગરસેવક તેજસી ઉર્ફે દિપુ વાલજીભાઇ પારીયાની વિરુઘ્ધ આઇપીસી કલમ 387, 332, 504, 506(2) મુજબ ફરીયાદ નોંધાવી હતી.



ગત તા. 26-3-24ના રોજ મહાનગરપાલીકાની સીટી એન્જીનીયરની કચેરી ખાતે ફરીયાદી ભાવેશભાઇ જાની પોતાની ફરજ પર હતા ત્યારે તેજસી ઉર્ફે દીપુ પારીયા ચેમ્બરમાં ઘસી ગયો હતો અને વોર્ડ નં. 7ની ઇમ્પેકટ ફીની ફાઇલ કલીયરીંગ કરી આપવાના મામલે બબાલ કરી ધાક ધમકી આપી હતી તેમજ કહેલ કે હું પુર્વ કોર્પોરેટર છું અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે.



તમારે મહાનગરપાલીકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહીને એક લાખનો હપ્તો (ખંડણી) આપવો પડશે અને એકદમ ઉશ્કેરાઇ જઇ સીટી ઇજનેરનો કાંઠલો પકડી લીધો હતો અને કહેલ કે હાન પલેજાનું ખુન થયેલ છે તેમ તમા ખુન કરાવી નાખવાની અને ખોટા એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધાક ધમકીઓ આપી હતી.


આરોપી પુર્વ કોર્પોરેટરે ભુંડા બોલી બળજબરીથી પૈસા પડાવવાની કોશિષ કરી ફરીયાદીની કાયદેસરની ફરજ દરમ્યાન વ્યથા કરી હતી, આ અંગેની ફરીયાદ ગઇકાલે દાખલ કરાવવામાં આવતા સીટી-એ ડીવીઝન પીએસઆઇ ટી.ડી. બુડાસણા દ્વારા પુર્વ નગરસેવક દીપુ પારીયાની ફરીયાદના આધારે શોધખોળ આદરી છે. બનાવના પગલે પાલીકા વર્તુળો સહિતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application