નાણામંત્રી કનુભાઇ દેસાઇએ કહ્યું: શિવરાજપુરમાં પણ રુા. ૨૦૦ કરોડના કામ પ્રગતિમાં છે: દ્વારકાના બીચનો થશે વધુ વિકાસ
રાજય સરકારના બજેટમાં આગામી દિવસોમાં દ્વારકા, શિવરાજપુર અને સાસણને જોડતા રસ્તા માટે તેમજ દ્વારકા વિસ્તારમાં કેટલાક આંતરીક રસ્તા માટે રુા.૫૨૬ કરોડની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. રાજયના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ કહ્યું હતું કે આગામી દિવસોમાં સરકાર યાત્રાધામનો વિકાસ કરવા તત્પર છે ત્યારે દ્વારકા બીચના વિકાસ માટે પણ સરકાર નાણા આપશે.
ગઇકાલે રાજય સરકારના બજેટમાં ઓખા મંડળનો વધુ વિકાસ થાય તે માટે સરકારે જણાવ્યું છે અને નાણામંત્રીએ કહ્યું હતું કે, રાજય સરકાર યાત્રાધામનો વિકાસ કરવા માટે અવનવી યોજના જાહેર કરી રહી છે ત્યારે દ્વારકા ચારધામ પૈકીનું યાત્રાધામ છે, ત્યારે દ્વારકા, શિવરાજપુર અને સાસણ સહિતના ટુરીસ્ટ સર્કિટને જોડતા રસ્તા માટે રુા.૫૨૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બ્લુફલેગ બીચ એવા શિવરાજપુર વિસ્તારમાં હાલમાં રુા.૨૦૦ કરોડના ખર્ચે અનેક કામો પ્રગતિમાં છે, અને મુળ દ્વારકા બીચના વિકાસ માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે. દ્વારકા વિસ્તારની પીવાના પાણીની તંગી પણ હવે ધીરે-ધીરે દુર થઇ ગઇ છે, દ્વારકામાં દેશ-વિદેશમાંથી અનેક લોકો દર્શન કરવા આવે છે, ત્યારે આગામી દિવસોમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલો સિગ્નેચર બ્રિજ પણ આગામી દિવસોમાં ખુલ્લો મુકી દેવામાં આવશે જેનાથી યાત્રાળુઓને ખુબ જ ફાયદો થશે.
દેવભૂમિ દ્વારકા વિસ્તારને વધુને વધુ વિકસાવવામાં આવી રહ્યો છે, દ્વારકાથી સીધો અમૃતસર રસ્તો જાય તે માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે, ઉપરાંત યાત્રાધામને વધુને વધુ ટ્રેન મળે તે માટે પણ કેન્દ્ર સરકારે અનેકવિધ યોજનાઓ ઘડી છે ત્યારે આગામી દિવસોમાં પવીત્ર યાત્રાધામ દ્વારકાને સરકારે વધુને વધુ વિકસાવશે એટલું જ નહીં આ વિસ્તારના આંતરીક રસ્તાઓ પણ બનાવવામાં આવશે. કેટલાક સ્થળોએ આકર્ષક ગેઇટ પણ બનશે અને બ્લુ થીમ ઉપર રહેલા શિવરાજપુર બીચ તૈયાર થઇ ગયા બાદ તે વિદેશીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર પકડાયા : એક ફરાર
April 19, 2025 01:50 PMહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMજામનગરમા વક્ફ બિલ અને UCC નો વિરોધ કરી રહેલા મુસ્લિમ વકીલોની અટકાયત
April 19, 2025 01:43 PMજામનગરમાં ધુળની ડમરી સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 19, 2025 01:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech