મ્યુ.કમિશ્નરે ટેકસ વિભાગની મુલાકાત લઇને કર્મચારીઓને ટાર્ગેટ પુરો કરવા બદલ આપ્યા અભિનંદન: ત્રણેક દિવસમાં વધુ દશેક કરોડ આવક થવાની ધારણા
જામનગર મહાનગરપાલિકા એ અત્યાર સુધીના ઇતિહાસમાં વેરાની સૌથી વધુ આવક મેળવી છે ચાલુ વર્ષમાં આજની સુધીમાં રૂપિયા 101.60 કરોડની આવક થવા પામી છે. તેમ મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી એ ગઇકાલે પત્રકારોને જણાવ્યું હતું. જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત વેરાની આવક એક અબજને આંબી ગઇ છે તે એક રેકોર્ડ છે. હજુ ત્રણેક દિવસમાં વધુ દશેક કરોડની આવક થવાની ધારણા છે.
જામનગર મહાનગરપાલિકામાં કુલ 3,06,000 મિલકતો નોંધાયેલી છે. તે પૈકી આજ સુધીમાં કુલ 1,05,656 મિલકત ધારકો એ વેરો ભરપાઈ કર્યો છે. તારીખ 1 એપ્રિલ 2023 થી તારીખ 28 માર્ચ 2024 સુધીમાં કુલ રૂપિયા 101.60 કરોડની આવક થવા પામી છે. જ્યારે તારીખ 1 ફેબ્રુઆરીથી 28 માર્ચ એટલે કે 57 દિવસમાં જ ા.45.70 કરોડની આવક થવા પામી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વ્યાજ માફી યોજના અમલમાં છે અને અત્યાર સુધીમાં રૂપિયા 11 કરોડ 48 લાખની વ્યાજ માંફી આપવામાં આવી છે.
આજની સ્થિતિએ બાકી વસુલાત જોઈએ તો મુદ્દલ ા.306 કરોડ 98 લાખ અને તેની ઉપર વ્યાજ 207 કરોડ 41 લાખ થવા જાય છે. જેમા મિલકત વેરાની પિયા 233 કરોડ ( કારપેટ બેઝ) અને વ્યાજનાં ા.98.56 કરોડ, તેમજ રેન્ટ બેઝ આધારિત મુદ્દલ રકમ ા.15.10 કરોડ અને વ્યાજ 44. 11 કરોડ, પાણી ચાર્જની શાખાની કાર્પેટ આધારિત મુદ્દલ ા.42.06 કરોડ અને વ્યાજ ા. 34.30 કરોડ તથા રેન્ટ બેઝ મુદલ ા. 4.37 કરોડ અને વ્યાજ ા. 17.22 કરોડ અને સ્લમ વિસ્તારના પાણી ચાર્જનાં 12 કરોડ 45 લાખ અને વ્યાજ ા. 13 કરોડ 22 લાખનો સમાવેશ થાય છે.
જામનગર મહાનગરપાલિકાની 100 ટકા ટકા વ્યાજ માફી યોજનાની મુદત આગામી તારીખ 31 માર્ચના પૂર્ણ થઈ રહી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસ બાકી હોય આ યોજનાનો લાભ લેવા પણ મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળે કરદાતાઓને અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતીય વિધાર્થીઓ કેનેડામાં દર અઠવાડિયે વધુ કામ કરી શકશે, કામના કલાકો વધ્યા
November 19, 2024 11:01 AMગોકુલનગરમાં સતવારા સમાજની વાડી ખાતે રંગોળી સ્પર્ધા તથા સ્નેહ મિલન યોજાયો
November 19, 2024 11:00 AMકર્ણાટકના ઉડુપીમાં માઓવાદી નેતા વિક્રમ ગૌડાનું એન્કાઉન્ટર
November 19, 2024 11:00 AM૭૦૦ ઇરાની પરિવારોને ૪૮.૩૬ અબજ ડોલરનું વળતર આપવા અમેરિકાને ઈરાની કોર્ટનો હુકમ
November 19, 2024 10:59 AMઉપલેટાના પૂર્વ નગરપતિ ચંદ્રવાડિયાએ નેશનલ લેવલે જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ
November 19, 2024 10:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech