કર્ણાટકના ઉડુપીમાં માઓવાદી નેતા વિક્રમ ગૌડાનું એન્કાઉન્ટર

  • November 19, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્ણાટકના ઉડુપીમાં માઓવાદીઓની હાજરી અને ચહલ પહલ વધી હોવાની જાણકારી મળતા પોલીસે કાર્યવાહી શ કરી હતી અને તેમાં માઓવાદી નેતા વિક્રમ ગૌડા હણાયો હતો જયારે તેની સાથેના અમુક લોકો નાસી જવામાં સફળ રહ્યા હતા.
કુખ્યાત માઓવાદી સાકેત રાજનને ચિક્કામગાલુના મેનાસિનાહધામાં મારી નખાયા બાદ ૧૩ વર્ષ બાદ આ પ્રદેશમાં સામસામાં ફાયરીંગના અવાજો ગુંયા છે. સોમવારે રાત્રે કર્ણાટકના ઉડુપી જિલ્લાના કબિનાલે જંગલમાં સામસામાં ગોળીબારમાં માઓવાદી નેતા વિક્રમ ગૌડાનું મોત થયું હતું, નોંધનીય છે કે કર્ણાટકના દક્ષિણ કન્નડ અને ચિક્કામગાલુના ભાગોમાં માઓવાદીઓની હાજરી નોંધાઈ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રોજિંદી જરિયાતની વસ્તુઓ ખરીદવા માટે એક ગામમાં પાંચ સભ્યોના માઓવાદી જૂથની હાજરી વિશે તેમને સૂચના મળી ત્યારે માઓવાદી વિરોધી ઓપરેશન શ કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેયુ કે માઓવાદીઓએ પોલીસ પર હત્પમલો કર્યેા, જેના કારણે સામસામું ફાયરીંગ કરવું પડું હતું જેમાં આ જૂથના નેતા ગૌડાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું યારે અન્ય ભાગવામાં સફળ થયા હતા.ગૌડા પ્રદેશમાં માઓવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.
કર્ણાટકના દક્ષિણ કન્નડના ભાગોમાં, ખાસ કરીને કડાબા, સુલિયા તાલુકો અને ચિક્કામગાલુમાં માઓવાદીઓની હાજરી નોંધવામાં આવી છે. માઓવાદી નેતા મુંગા લથા અને તેની ટીમના ઘરોની મુલાકાત બાદ એક ઘરમાંથી ત્રણ હથિયારો પણ મળી આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application