મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ જણાવ્યું કે અંબર ચોકડીના સ્લોપનો પ્રોજેકટ પડતો મુકાયો નથી, રેલ્વે સાથે વાટાઘાટ કરીને પ્રશ્ર્નો ઉકેલવા પ્રયાસ થાય છે
જામનગર શહેરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો ા.198 કરોડના ખર્ચે સુભાષબ્રિજથી સાતરસ્તા સર્કલ સુધીનો ફલાય ઓવરબ્રિજનો પ્રોજેકટ બની રહ્યો છે, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ જણાવ્યું હતું કે, આગામી જૂન મહીના સુધીમાં આ પ્રોજેકટ પૂર્ણ થઇ જશે, એટલું જ નહીં અંબર ચોકડી પાસેના સ્લોપ બનાવવાનો પ્રોજેકટ પડતો મુકાયો નથી, રેલ્વે જમીન આપે એટલે તરત જ આ કામગીરી થશે, લોકોની સુવિધા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે, સાતરસ્તા પાસેનું સર્કલ પ્રોજેકટ બની ગયા પછી જામનગર માટે એક આકર્ષણ પ બની જશે.
મ્યુ.કમિશ્નર મોદીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જયારથી પ્રોજેકટ શ થયો ત્યારથી ત્રણથી ચાર વખત થોડા ઘણા ફેરફારો આવ્યા છે, ા.193 કરોડના આ પ્રોજેકટમાં ા.5 કરોડ પીજીવીસીએલને આપવાના થાય છે એટલે આ પ્રોજેકટ ા.198 કરોડનો થઇ ગયો છે, ઉપરાંત 10 ટકા વેરીએશન ગણીએ, સિમેન્ટ, લોખંડ અને અન્ય ચીજવસ્તુના ભાવો વઘ્યા છે, સ્ટાર હેડ અને જીએસટી પણ ચુકવવાનો હોય કોઇ આ પ્રોેજેકટ લગભગ ા.229 કરોડનો થવાની શકયતા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જામનગરમાં પ્રવેશતા સુભાષ બ્રિજથી અંબર ટોકીઝ થઇ ગુદ્વારાથી સાતરસ્તા સર્કલમાં ઓવરહેડ રીંગ બનાવીને આ પ્રોજેકટ કરવામાં આવી રહ્યો છે, સૌરાષ્ટ્રનો મોટામાં મોટો પ્રોજેકટ બની ગયો છે, ફલાય ઓવરબ્રિજના નર્મદા સર્કલ પર રેમ્પ ઉતારવા પ્રારંભીક ડીટેઇલ્ડ પ્રોજેકટના રિપોર્ટમાં બે વિકલ્પ પ્રમાણીત કરવામાં આવ્યા હતાં તેમાં પ્રથમ જી.જી.હોસ્પિટલ તરફનો રેમ્પ અને બીજો રેલ્વેની જુના રેલ્વે સ્ટેશન પાસેની જમીન અધિગ્રહણ થાય તો ત્યાં રેમ્પ ઉતારવો, પ્રોજેકટના ડીટેઇલ્ડ રિપોર્ટ પ્રમાણે રેલ્વેની જમીન જામનગર મહાનગરપાલીકાને મળવાનો વિકલ્પ ન હતો, પરંતુ હાલ તે જમીન મળી રહે તે માટે પ્રયાસ થાય છે અને જે વિકલ્પમાં શ્રેષ્ઠ વિકલ્પ હશે તે રીતે આયોજન કરવામાં આવશે.
જી.જી.હોસ્પિટલ તરફના રેમ્પનું ક્ધસ્ટ્રકશન કરવામાં આવે તો ટ્રાફીક ક્ધઝેકશનની સમસ્યા વધારે રહે તેમ છે, આથી જુના રેલ્વે સ્ટેશનની જમીન મળી જાય એટલે બંને સાઇડ રેમ્પનું આયોજન કરવામાં આવશે. મ્યુ.કમિશ્નરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલ આ પ્રોજેકટ મુલત્વી રખાયો છે, પરંતુ રદ કરાયો નથી, જો કોઇ મોટા ફેરફાર થાય તો સામાન્ય સભામાં પણ આ અંગે ચચર્િ થતી હોય છે, સીટી ઇજનેર ભાવેશ જાનીએ પણ સમર્થન આપતા જણાવ્યૂં હતું કે, જુનના અંત સુધીમાં આ પ્રોજેકટ પૂર્ણ થઇ જશે.
જો અંબર ચોકડી જંકશન પાસે સ્લોપ બનાવવામાં આવે તો અનેક મિલ્કતોનું ડીમોલીશન પણ કરવું પડે તેમ છે, અંબર ચોકડી સુધી પહોંચતા ફલાય ઓવરને પીએન માર્ગ તરફ ઢાળ આપવો કે કેમ તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી, આગામી સમયમાં આ અંગે નિર્ણય લેવમાં આવશે. જામનગરમાં બની રહેલા ફલાય ઓવરબ્રિજ અંગે ગઇકાલે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ સ્પષ્ટતા કરીને વિગતો આપી હતી અને કહ્યું હતું કે, રેલ્વેની જમીન કદાચ મોડી મળે તો પાછળથી પણ સ્લોપ આપી શકાય. લોકોને વધુને વધુ સગવડતા મળી રહે તે માટેના અમારા પ્રયાસો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech