મોટાખુંટવડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા

  • June 09, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહુવાના મોટખુટવડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને   રોકડ રૂ.૨૦,૪૦૦ નાં મુદ્દામાલ સાથે    એલસીબીએ ઝડપી લીધા હતા. 
  ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,ખુંટવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, મોટા ખુંટવડા ગામે બજરંગ પરા વિસ્તાર જાનકીદાસ ગોડલીયાના વાડા પાસે આવેલ ખુલ્લી પડતર જગ્યામાં અમુક   કુંડાળુ વળી પૈસા પાના વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે.જે બાતમી અંગે રેઇડ કરી   ગંજીપત્તાના પાના-પૈસા વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતાં  પરાગપરી જયસુખપરી ગૌસ્વામી (ઉ.વ.૨૭ ધંધો-મજુરી  ભાવેશપરી મનસુખપરી ગૌસ્વામી ઉ.વ.૨૫ ધંધો-ખેતીકામ),વિજય બટુકભાઇ પરમાર (ઉ.વ.૨૫ ધંધો-મજુરી),  રાજુ બટુકભાઇ પરમાર (ઉ.વ.૨૬ ધંધો-મજુરી)અને  દેવાંગગીરી ગોપાલગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૩ ધંધો-ખેતી રહે,તમામ મોટા ખુટવડા તા.મહુવા જી.ભાવનગર)ને ગંજીપત્તાના પાના તેમજ રોકડ મળી કુલ કિં.રૂ.૨૦,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા તેમજ પ્રવિણભાઇ ગળસર સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application